તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
મોરબી-વાંકાનેર હાઈવે પર ડબલસવારી બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત, એક યુવાનનું મોત.
મોરબી વાંકાનેર હાઈવે પરથી મકનસર ગામ નજીકથી જતા હતા ત્યારે ટ્રક ચાલકે સામેથી બાઈકને ઠોકર મારી અકસ્માત કર્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી વાંકાનેર હાઈવે પર મકનસર નજીકથી ડબલ સવારી બાઈકમાં જતા બે યુવાનોને ટ્રક ચાલકે હડફેટે લેતા એક યુવાનને ઈજા પહોંચી હતી જયારે એક યુવાનનું ગંભીર ઈજાને પગલે મોત થયું હતું.
વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા જાહિદઅહેમદ મામદહુશેન શેરશીયા (ઉ.વ.૨૨) નામના યુવાને ટ્રક જીજે ૦૩ ડબલ્યુ ૮૪૩૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી જાહિદઅહેમદ અને મોઈનભાઈ બંને બાઈક જીજે ૦૩ ડીકયું ૧૬૪૫ લઈને મોરબી વાંકાનેર હાઈવે પરથી મકનસર ગામ નજીકથી જતા હતા ત્યારે ટ્રક ચાલકે સામેથી બાઈકને ઠોકર મારી અકસ્માત કર્યો હતો અકસ્માતમાં ફરિયાદી જાહિદ અહેમદને ઈજા પહોંચી હતી અને મોઈનભાઈને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
