<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

શહેર કોંગ્રેસનું નવુ માળખુ જાહેર થશે : નિરીક્ષકોની ઉપસ્‍થિતિમાં સાંજે બેઠક

 

રાજકોટ તા. ૩૦ : શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદિપસિંહજી જાડેજાની યાદીમાં જણાવાયુ છે કે એઆઇસીસી દ્વારા વર્ષ ૨૦૨૫ને સંગઠન વર્ષ તરીકે ઉજવવા નકકી કરાયુ છે. તે અનુસંધાને સંગઠન સુજન અભિયાનની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે અને સફળતા પૂર્વક ૨૧ જુન ૨૦૨૫ ના રોજ શહેર જિલ્લા પ્રમુખોની નિયુક્‍તિ કરવામાં આવી. આજ રીતે દરેક શહેરમાં વોર્ડ પ્રમુખોની પસંદગીની પ્રક્રિયા સંગઠનની સમીક્ષા અર્થે શહેરમાં સંગઠન સુજન અભિયાન અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરાયુ છે. જેના પગલે રાજકોટમાં આગામી દિવસોમાં પ્રદેશ કોંગ્રેસમાંથી બે નિરીક્ષકો જોડાઇ વોર્ડ દીઠ આગેવાનો તેમજ કાર્યકરો સાથે પરામર્શ કરશે. વોર્ડ પ્રમુખની નિયુક્‍તિ માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે. આગામી તા. ૨ ઓગસ્‍ટથી ૧૦ ઓગસ્‍ટ સુધીમાં તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરાશે.

આજરોજ તા. ૩૦ ના બુધવારે સાંજે પ વાગ્‍યે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના વોર્ડ પ્રમુખો અને વિધાનસભા તથા વોર્ડ પ્રભારીઓ સાથે શહેર કોંગ્રેસ સમિતિની એક બેઠક બોલાવવામાં આવી છે. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ માર્ગદર્શન આપશે. તેમ શહેર કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવાયુ છે.

(3:18 PM IST)