તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th July 2025
બાવળામાં લોકોએ રોડ પર ચક્કાજામ કર્યો: સોસાયટી અને આજુબાજુમાં પાણી ભરાતા લોકોને વિરોધ કર્યો
વરસાદી પાણીનો નિકાલ નહીં થતા લોકો રસ્તા પર ઉતર્યા: પોલીસ સ્ટેશન પાસેની સોસાયટીના રહીશોએ રસ્તો રોક્યો

અમદાવાદ : રાજયમાં વરસાદી માહોલ વચ્ચે અનેક જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યા પડી છે , રોસ રસ્તા પર પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયૉ છે, દરમિયાન આજે અમદાવાદના બાવળામાં સોસાયટીના લોકોએ રોડ પર ચક્કાજામ કર્યો છે. સોસાયટી અને આજુબાજુમાં પાણી ભરાતા લોકોને વિરોધ કર્યો છે. વરસાદી પાણીનો નિકાલ નહીં થતા લોકો રસ્તા પર ઉતર્યા છે. પોલીસ સ્ટેશન પાસેની સોસાયટીના રહીશોએ રસ્તો રોક્યો હતો. બાવળાથી ધોળકા જતાં રોડ પર વાહનો રોકી વિરોધ કર્યો છે. બાવળાની સોસાયટીઓમાં કેડસમા પાણી ભરાયેલા છે
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
