તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th July 2025
નિલગિરીનાં વૃક્ષોમાંથી મબલખ કમાણી: ખેડબ્રહ્માનુ ગલોડિયા ગામ અન્ય ગામો માટે એક ઉદાહરણ સમાન
ગલોડિયા ગ્રામ પંચાયતે રાજ્યના વનવિભાગના સહયોગથી ગામની ગોચર જમીન પર નિલગિરીના હજારો વૃક્ષો વાવ્યા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનું ગલોડિયા ગામ વન સંવર્ધન થકી આર્થિક સહયોગ મેળવવાની બાબતમાં અન્ય ગામો માટે એક ઉદાહરણ સમાન છે. ગલોડિયા ગ્રામ પંચાયતે રાજ્યના વનવિભાગના સહયોગથી ગામની ગોચર જમીન પર નિલગિરીના હજારો વૃક્ષો વાવ્યા છે.
આ નીલગિરીનાં વૃક્ષો વનીકરણને પ્રોત્સાહન તો આપી જ રહ્યા છે, સાથે સાથે તે પંચાયત અને વન વિભાગ માટે આવકનો સ્ત્રોત પણ બન્યા છે. ગામના સરપંચના મતે, આમાંથી જે પણ આવક થાય છે તેમાંથી 75 ટકા પંચાયત પાસે રાખી 25 ટકા વન વિભાગને આપવામાં આવે છે.
વાવેલા નિલગિરીનાં વૃક્ષોમાંથી મળતા મૂલ્યવાન લાકડાથી ફર્નિચર બનાવવામાં આવે છે. આમ, એક એકર જમીન પરથી અંદાજે ત્રણથી પાંચ લાખ રૂપિયાની આવક મેળવી શકાય છે. આમ, ગલોડિયા ગ્રામ પંચાયતની આ પહેલ ગોચર જમીનના સદઉપયોગથી ગ્રીન ગ્રોથ માટે ભવિષ્યમાં મોડલ બની શકે છે
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
