<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

ભાવનગરમાં બુટલેગરો બેફામ બન્યા :વડવા તલાવાડી વિસ્તારમાં દારૂ વેચાતા હોવાના વિરોધ કરતા ભાજપના ઉપપ્રમુખ પર હુમલો

શાસક પક્ષ ભાજપના જ ઉપપ્રમુખ નીતિન રાઠોડ પર દારૂના ધંધાર્થીઓએ હુમલો કરાતા હોસ્પિટલ ખસેડાયા:ઉપપ્રમુખ નીતિન રાઠોડ દ્વારા વડવા તલાવડી મંગળ અખાડા પાસે ખુલ્લે આમ દારૂ વેચાતો હોય અને જેના પોલીસ હપ્તા લેવા હોવાનો આક્ષેપ કરીને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને લેખિત રજુઆત કરી હતી

ગુજરાતની બોર્ડર પરથી નતનવો કિમયો અપનાવીને બુટલેગરો દારૂ ઘૂસાડવાના પ્રયાસો કરતા હોય છે. તેવામાં અનેક વાર તો ગુજરાત પોલીસને હાથે અનેક દારૂની ખેપ મારતા બુટલેગરો ઝડપાતા હોય છે. તેવામાં  ભાવનગરમાં ભાજપના ઉપપ્રમુખ પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે. 

ભાવનગરમાં જાણે કાયદો અને વ્યવસ્થાની હાલત જાણે હદ વટાવી હોય તેમ ભાજપના ઉપપ્રમુખ પર હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે.  ભાવનગર શહેરના વડવા તલાવાડી વિસ્તારમાં ખલ્લેઆમ દારૂ વેચાતા હોવાના વિરોધ કરતા ભાજપના ઉપપ્રમુખ પર હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે.  દારૂના વેચાણનો વિરોધ કરાતા તેના પર હુમલો કરાયાનું મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે. શાસક પક્ષ ભાજપના જ ઉપપ્રમુખ નીતિન રાઠોડ પર દારૂના ધંધાર્થીઓએ હુમલો કરાતા હોસ્પિટલ ખસેડાયા હતા.  ઉપપ્રમુખ નીતિન રાઠોડ દ્વારા વડવા તલાવડી મંગળ અખાડા પાસે ખુલ્લે આમ દારૂ વેચાતો હોય અને જેના પોલીસ હપ્તા લેવા હોવાનો આક્ષેપ કરીને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને લેખિત રજુઆત કરી હતી જેને લઇ હુમલો કરાયો હોવાનું જણાવ્યું હતું. 

વડવા વિસ્તારમાં દારૂના વેચાણ મામલે પોલીસ દ્વારા મનપાને સાથે રાખી ડિમોલેશન કરાયું હતું છતાં ફરીથી દારૂના હટડા ધમધમતા થયા છે.  વહેલી સવારથી જ દારૂનું વેચાણ શરુ થઇ જતું હોવા છતાં પોલીસને કેમ જાણ નથી તે મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે, જોકે વડવા વોર્ડના પૂર્વ ભાજપ પ્રમુખ નીતિન રાઠોડએ હુમલો કરનાર દારૂના ધંધાર્થીઓનો જ્યાં સુધી વરધોડો નહી કાઢે ત્યાં સુધી કલેકટર કચેરી ખાતે ધરણા કરવાની ચિમકી ઉચ્ચારી છે. 

(7:26 PM IST)