<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

અખિલેશ્‍વરના આગમનની આતુરતાઃ રાત્રે મંડળોની બેઠકઃ શનિવારે તાવો

કૃષ્‍ણ એટલે મીરાએ છુપાવેલો શ્‍વાસ અને મીરા એટલે કૃષ્‍ણએ સ્‍વીકારેલો શ્‍વાસ : ધર્મયાત્રાના અધ્યક્ષ તરીકે ગૌતમ ધમસાણિયાઃ ધજા-પતાકા, ઝંડી વિતરણઃ તાવા પ્રસંગે ઇનામ વિતરણઃ જારશોર તૈયારી

 

 

રાજકોટઃ જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિના પરેશ રૂપારેલીયાએ જણાવ્‍યું છે કે, જન્‍માષ્ટમી મહોત્‍સવની જાજરમાન અને ભવ્‍ય ઉજવણી માટે વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત રાજકોટ જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા આ વર્ષે પણ ભવ્‍ય અને ભક્‍તિસભર જન્‍માષ્ટમી મહોત્‍સવ ઉજવવા માટે તડામાર તૈયારી હાથ ધરાઈ છે. આ આયોજનને સાર્થક અને શ્રેષ્ઠ બનાવવા માટે સમિતિ દ્વારા એક મહત્‍વપૂર્ણ બેઠક આજે તા.૩૦ ને બુધવાર, રાત્રે ૯-૦૦ કલાકે, સ્‍થળઃ જન્‍માષ્ટમી મહોત્‍સવ કાર્યાલય, ગેસ્‍ફોર્ડ સિનેમા સામે, એચડીએફસી બેન્‍કની બાજુમાં, માલવિયા ચોક પાસે, રાજકોટ ખાતે રાખવામાં આવી છે. આ વખતે ધર્મયાત્રના અધ્‍યક્ષ તરીકે ઉદ્યોગપતિ ગૌતમભાઇ ધમસાણિયાને જાહેર કરાયેલ છે.

આ વર્ષે વળંદાવન જેવી છટા, રાજકોટ મહોત્‍સવ લાવે, સૌ સાથે મળીને તોહથી ઉજવે, કળષ્‍ણ જન્‍મોત્‍સવ જાજ્‍વલ્‍યમાન થાય, આવા જાજરમાન મહોત્‍સવને ઉજવવાની તડામાર તૈયારીરૂપે રાજકોટ શહેર તથા જિલ્લામાં આવેલા તમામ રાસ મંડળો, ગોપી મંડળો, સનાતન સંસ્‍થાઓ, જ્ઞાતિ આગેવાનો તથા મંદિર મંડળો દ્વારા રાજકોટને ગોકુળિયું બનાવવા માટેના આયોજન અંગેની બેઠકમા ગત વર્ષના ફ્‌લોટ્‍સ ધારકો અને લતા સુશોભન સ્‍પર્ધામાં સહભાગી રહેનાર તમામ સંસ્‍થાઓ તથા નવા મંડળોને પણ ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. આ બેઠક અત્‍યંત અગત્‍યની હોવાથી તમામ હોદેદારો અને કાર્યકર્તાઓએ સમયસર મોટી સંખ્‍યામાં હાજરી આપવા અનુરોધ છે. બેઠકની વિગત નિચે મુજબ છે.

સર્વે મંડળો ની બેઠક

તારિખઃ ૩૦/૭/૨૦૨૫, બુધવાર, સમયઃ રાત્રે ૯ કલાકે.

સ્‍થળઃજન્‍માષ્ટમી મહોત્‍સવ કાર્યાલય, ગોસ્‍ફોર્ડ સિનેમા સામે, HDFC બેંક ની બાજુમા, માલવિયા ચોક, રાજકોટ.

સાહિત્‍ય વિતરણ

જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ ના મંત્રી શ્રી પરેશભાઈ રૂપારેલિયા જણાવે છે કે આ બેઠક મા માર્ગદર્શન સમિતિના માવજીભાઈ ડોડિયાં, નરેન્‍દ્રભાઈ દવે, હસુભાઈ ભગદે, હસુભાઈ ચંદારાણા, શાંતુભાઈ રૂપારેલીયા, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા, અશોકભાઇ મકવાણા વગેરે લોકો દ્વારા આગળના કાર્યક્રમના આયોજન વિષે જણાવવામા આવશે તથા જન્‍માષ્ટમી મહોત્‍સવ કાર્યાલય ખાતે થી સંસ્‍થા મંડળો માટે કેશરી ધ્‍વજ, કેશરી પતાકા, કેશરી ઝંડીઓનું વિતરણ શરૂ કરવામાં આવ્‍યું છે. તમામ મંડળો એ તાત્‍કાલિક કાર્યાલય મંત્રી દિલિપભાઇ દવે : ૯૪૨૯૦૧૮૬૦૯, રાજુભાઇ ઉમરાણિયા : ૯૮૭૯૮૪૭૩૦૬, પંકજ તાવિયાઃ ૯૮૨૪૯૯૨૬૮૮ નો સંપર્ક કરવા મનીષભાઈ વડેરિયા એ અનુરોધ કરેલ છે.

નોંધણી

 કાર્યાલય મંત્રી એ જણાવ્‍યુ કે કાર્યાલય પર ફ્‌લોટ શુસોભન ટ્રક શુસોભન, લતા શુસોભન વગેરે માતે અનેક સંસ્‍થાઓ અને મંડળો ની નોંધણી નો ધમધમાત શરુ થઈ ગયેલ છે. તો બાકિ તમામ મડળો ને વહેલી તકે નોંધણી કરાવી લેવા અનુરોધ છે.

જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ ના પ્રફુલભાઇ નડિયાપરા જણાવે છે કે ઘણા વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ વિહિપ પ્રેરિત જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા તાવા પ્રસદીનુ આયોજન કરવામા આવેલ છે જેમા રાજકોટ મહાનગરના તમામ રાસ મંડળો, ગોપી મંડળ, ધૂન મંડળ, મંદિર મંડળો, સનાતનની સંસ્‍થાઓ, તમામ જ્ઞાતિ આગેવાનો, વેપારી મિત્રો, રાજકીય આગેવાનો, હિન્‍દુ સંસ્‍થાઓ, અલગ અલગ મંડળો, તેમજ હિન્‍દુ વિચાર ધરાવતા ધર્મ પ્રેમી જનતા ને તાવા પ્રસાદ લેવા  જાહેર તથા ભાવભર્યું આમંત્રણ છે. તાવા પ્રસાદના આયોજનની વિગત નિચે મુજબ છે.

તાવા પ્રસાદ

તારિખ ૦૨/૦૮/૨૦૨૫, શનીવાર, સમય : સાંજે ૬:૩૦ કલાકે

સ્‍થળ : BAPS સ્‍વામિનારાયણ મંદીર, કાલાવાડ રોડ, રાજકોટ.

ઇનામ વિતરણ

વધુમાં જન્‍માષ્ટમી સમિતિ ના અધ્‍યક્ષ શ્રી રાજદીપ સિંહ જાડેજા તથા માર્ગદર્શક સમિતિના વનરાજભાઇ ગરૈયા જણાવે છે કે આ સાથે આગલા વર્ષ જે પ્‍લોટ સુશોભન સ્‍પર્ધા તથા લતા સુશોભન સ્‍પર્ધા રાખવામાં આવેલ હતી તેના વિજેતાઓને શિલ્‍ડ પુરસ્‍કાર વિતરણ નું આયોજન પણ રાખેલ છે. તો સ્‍પર્ધા મા ભાગ લેતા તમામ મંડળો બેઠકમા હાજરી આપે તથા તાવા પ્રસાદી લેવા અચુક પધારે તેવો નમ્ર આગ્રહ કરવામા આવે છે.

ઉપરોક્‍ત કાર્યક્રમ માટે મનીષ વડેરિયા, વિનય કારિયા, કિશનભાઈ સેલાર, યોગેશ ચોટલીયા, ધનરાજ વાઘાણી, જગદીશભાઈ અગ્રાવત, અરૂણભાઇ નિર્મળ, ડો. હિરેન વિસાણી, વિપુલભાઈ ગજ્જર, કૌશીકભાઇ સરધારા, વિમલ લીમ્‍બાચીયા, રમેશ લીંબાસીયા, ધ્‍વનિત સરવૈયા, ચેતન ટાંક, મયુર મકવાણા, ગૌરાંગ ડાભી, હર્ષ રાવલ, ઉર્વેશવડગામા, યોગેશ પીઠવા, વિનુભાઈ ટીલાવત, નાનજીભાઈ શાખ વગેરે અનેક કાર્યકર્તાઓ જન્‍માષ્ટમી કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

 વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિની માર્ગદર્શક સમીતી ના માવજીભાઈ ડોડિયાં, નરેન્‍દ્રભાઈ દવે, હસુભાઈ ભગદે, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા, અશોકભાઇ મકવાણા ની બેઠકમાં સર્વાનુમતે નક્કી થયા મુજબ આગામી જન્‍માષ્ટમી મહોત્‍સવ સમીતી દ્વારા યોજાનરી ધર્મયાત્રા ના અધ્‍યક્ષ તરીકે અગ્રણી ઉદ્યોગપતિ, પાટીદાર આગેવાન, સમાજ સેવી શ્રી ગૌતમભાઈ ઘમસાણીયા ની વરણી કરવામાં આવી છે તેવુ જન્‍માષ્ટમી મહોત્‍સવ સમીતીના મંત્રી પરેશભાઇ રુપારેલિયાએ જણાવ્‍યુ હતુ. આ વખતની શોભાયાત્રા મા સમાજમા સંગઠન, એકતા, સમરસતા અને રાષ્‍ટ્ર ભક્‍તી નો સંદેશો જાય તેવા ઙ્કયત્‍નો કરવામા આવશે તેવુ શ્રી ગૌતમભાઇ એ જણાવ્‍યુ હતુ.

ગૌતમભાઈ ખૂબ જ સફળ યુવા ઉદ્યોગપતિ તરીકે સમાજમાં પ્રતિષ્ઠિત છે. તેઓ નર્મદા ગ્રુપો કંપની ના ચેરમેન છે. ઉપરાંત તેઓ રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રી ના પૂર્વ પ્રમુખશ્રી, બામણબોર બાઉન્‍ડ્રી ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશન ના પ્રમુખશ્રી, ફેડરેશન ઓટો મોબાઈલ ડીલર્સ એસોસિએશન ના પ્રમુખશ્રી, ઓલ ગુજરાતી સ્‍પિનેટેક્‍સ એસોસિએશન ના મહામંત્રી તરીકે ઉદ્યોગ જગતમાં કુશળતાથી સેવા આપી રહ્યા છે.

ઉપરાંત સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ તેઓ સમાજને સમળદ્ધ બનાવવામાં ખૂબ મોટુ યોગદાન આપી રહ્યા છે. તેઓ વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન અમદાવાદ ના સૌરાષ્‍ટ્ર વિભાગના ચેરમેન શ્રી હોવા ઉપરાંત ઉમિયા સેવા પ્રગતિ મંડળ ટ્રસ્‍ટ ના  મુખ, ઉમિયા માતાજી મંદિર સીદસર ના ટ્રસ્‍ટી, ઓરપેટ કન્‍યા છાત્રાલય ટંકારા ના ટ્રસ્‍ટી, સરદાર પટેલ it કોલેજ ના ટ્રસ્‍ટી તરીકે કાર્યરત છે. (

(4:17 PM IST)