<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

‘સંસ્‍કારી બાળકો' માનવતાના રક્ષક અને રાષ્ટ્રના નિર્માતાઃ રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજી

(વિજય વસાણી દ્વારા) - આટકોટ ગાંધીનગરઃ રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગર ટાઉનહોલ ખાતે ચિલ્‍ડ્રન્‍સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આયોજિત 'ધન્‍યોગૃહસ્‍થાશ્રમ' - યુગલ માર્ગદર્શન કાર્યક્રમમાં જણાવ્‍યું કે સારા સંસ્‍કારોના સિચનથી બાળકો માનવતાના રક્ષક અને રાષ્ટ્રના નિર્માતા બની શકે છે.

પરિવાર પ્રથમ પ્રયોગશાળાઃ રાજ્‍યપાલશ્રીએ ભારપૂર્વક જણાવ્‍યું કે બાળકનું નિર્માણ માતાના ગર્ભથી શરૂ થાય છે અને પરિવાર એ માનવ નિર્માણ માટેની પ્રથમ પ્રયોગશાળા છે.

જ્જ સજ્જન માનવીનું નિર્માણઃ સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં શાંતિ માટે ભવિષ્‍યની પેઢીને માત્ર ડોક્‍ટર કે એન્‍જાિનિયર નહીં, પરંતુ 'સજ્જન, સંવેદનશીલ અને સત્‍યવાદી માનવી' બનાવવાની પ્રાથમિકતા આપવી જોઈએ.

જ્જપ્રાચીન જ્ઞાન અને સંસ્‍કાર : મહર્ષિ ચરક અને પ્રાચીન ઋષિઓના સંશોધનોનો ઉલ્‍લેખ કરતા રાજ્‍યપાલશ્રીએ કહ્યું કે ભારતીય સંસ્‍કૃતિમાં સોળ સંસ્‍કારોનો ખ્‍યાલ માણસને ગુણોમાં શ્રેષ્ઠ બનાવવા માટે હતો.

જ્જ આધુનિક સમસ્‍યાઓ અને ઉકેલઃ સંસાધનોના અભાવ કરતાં સંવેદનશીલતા, સહિષ્‍ણુતા અને પ્રેમનો અભાવ આજની મોટી સમસ્‍યા છે. આ ઝેરી ખોરાક ડીએનએ ને પણ અસર કરે છે.

જ્જ પ્રાકૃતિક કૃષિનું મહત્‍વ : ઝેરયુક્‍ત ખેતીથી થતા નુકસાન અને બાળકો પર તેની અસર પર ભાર મૂકતા, રાજ્‍યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને વર્તમાન સમસ્‍યાઓનું સમાધાન ગણાવ્‍યું.

જ્જ એમઓયુ અને કેલેન્‍ડર વિમોચન : કાર્યક્રમમાં ગર્ભવતી મહિલાઓ માટે ખાસ કેલેન્‍ડરનું વિમોચન કરાયું અને ચિલ્‍ડ્રન્‍સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ૧૮ સમજૂતી કરારો પર હસ્‍તાક્ષર કરવામાં આવ્‍યા.

ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્‍યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્‍પાબેન પટેલ, ગાંધીનગર (ઉત્તર)ના ધારાસભ્‍ય શ્રીમતી રીટાબેન પટેલ, ચિલ્‍ડ્રન્‍સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ડો. ટી.એસ. જોશી, ગૌ વિશ્વ વિદ્યાપીઠમના કુલગુરુ શ્રી ડો. હિતેશ જાની સહિત અનેક મહાનુભાવો અને યુવા દંપતીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

ગર્ભસંસ્‍કારનું વૈજ્ઞાનિક પાસું

ડો. હિતેશ જાનીએ વૈદિક કાળના ગર્ભસંસ્‍કાર અને આયુર્વેદના વૈજ્ઞાનિક લ્લષ્ટિકોણને સમજાવ્‍યો. તેમણે માતા-પિતાના આહાર, વિચારો અને વર્તનની ગર્ભ પર થતી અસર અને બાળકને ‘કુંદન' બનાવવામાં ગર્ભસંસ્‍કારની ભૂમિકા વિશે વિગતવાર માહિતી આપી.

આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત યુવા દંપતીઓને સંવેદનશીલ, સંસ્‍કારી અને સદાચારી બાળકનું નિર્માણ કરવા વિનંતી કરવામાં આવી, જેને રાષ્ટ્રની સૌથી મોટી સેવા ગણાવાઈ. (૩૭.૧૨)

(તસ્‍વીરો - નિમીષ ગણાત્રા -ગાંધીનગર)

(3:23 PM IST)