તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th July 2025
લોકમેળામાં વીજતંત્ર પાસે ૯૦ કિલોવોટના ૧૭ વીજ કનેકશન મંગાશેઃ ૪ ફીડરમાંથી પાવરઃ ૧૭ ટ્રાન્સફોર્મર
ᅠબેડીનાકા HT-૨ તથા અન્ય સબ ડિવિઝન મળી કુલ ૧૯૦નો સ્ટાફ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવશે હવે ૧૪ દિવસ બાકી છે પરંતુ કલેકટર તંત્રે વીજ કનેકશન માંગ્યા નથી!!

રાજકોટ,તા.૩૦: લોકમેળામા દર વર્ષે વીજતંત્રની કાબીલેદાદ કામગીરી રહી છે.મેળામાં સ્ટોલ, યાંત્રિક રાઈડ્સ, લાઈટિંગ, અને અન્ય સુવિધાઓ માટે વીજળીની જરૂર પડે છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી વીજળીનું સંચાલન પヘમિ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કરવામાં આવે છે.જેમાં આ વર્ષે પણ સમગ્ર મેળામાં વીજ પુરવઠો પૂરો પાડવા અંત્રે વીજતંત્રે તૈયારીઓ શરૂ કરી છે. જો કે કલેકટર કચેરીના સુત્રો માંથી મળતી વિગતો મુજબ હજુ સુધી તંત્રે બેડીનાકા વીજ સબ ડિવિઝન પાસે વીજ કનેકશનનો માંગ્યા નથી.
મળતી વિગતો મુજબ સમગ્ર મેળામાં ૯૦ કિલોવોલ્ટના ૧૭ કનેકશન, ૫ કિલોવોલ્ટના ૧૦ થી ૧૫ અને ૫૦ કિલોવોલ્ટનું ૧કનેકશન માંગવા અંગે કચેરીઓ શરૂ થઇ છે.
મેળામાં આકસ્મિક લાઈટ ગુલ થવાના પ્રશ્નો કે કોઈ ઇમરજન્સી ઘટના બને તો પોલીસ હેડક્વાર્ટર ગેટ પાસે પીજીવીસીએલનો કંટ્રોલરૂમ તૈનાત રાખવામાં આવશે જેમાં એચટીટુ ડિવિઝન, બેડીનાકા અને અન્ય સબડિવિઝનમાંથી કુલ ૧૦૦થી વધુ થી વધુ સ્ટાફ તૈનાત રાખવામાં આવશે.
લોકમેળામાં લોકોની સાવચેતી માટે નિર્ણય લેવામાં આવ્યો છે. ૧૧ કેવીના વાયર અંડર ગ્રાઉન્ડ લેવલે નાખવામાં આવશે. અંડર ગ્રાઉન્ડ કેબલ માટે પીજીવીસીએલ દ્વારા મંજુરી આપવામાં આવી છે તેમ કલેકટર તંત્ર ના સાધનોએ ઉમેર્યુ હતું.
લોકમેળામાં ફુલ ૪ ફીડરો દિનદયાળ, જંકશન ટેક્ષ અને એક મળી ૪ ફીડરો દ્વારા પ્રવાહ, વહેશે બે ફીડર સ્પેરમાં રહેશે.
આ વીજ પૂરવઠો કુલ ૧૭ ટ્રાન્સફોર્મરમાં આવશે. અને ત્યાંથી કનેશકન વાઇઝ લોકમેળામાં પથરાશે, હાલ ૧૦ ટ્રાન્સફોર્મર છે. વીજ તંત્ર ૭ ટ્રાન્સફોર્મર ઉભા કરશે અથવા તો જે તે સ્થળેથી વીજ લાઇનો પહોંચશે. દરેક ટ્રાન્સફોર્મર ખાતે જીઇબીનો સ્ટાફ સવારથી રાત સુધી રાઉન્ડ ધ કલોક ફરજ બજાવશે. ગયા વર્ષે ૯ થી ૧૦ લાખનું બીલ ૧૫ લાખે પહોંચશે તે પણ હકીકત છે. (૩.૧૬)
(4:17 PM IST)










