<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

વડોદરામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી

સવા મહિનામાં ૩.૯૯ લાખ દંડ વસૂલ્યોઃલોકો અને વેપારીઓને પર્યાવરણની દ્રષ્ટિએ અનુકૂળ હોય તેવા વિકલ્પો અપનાવવા તંત્ર અનુરોધ કરી રહ્યું છે

વડોદરા,તા.૩૦

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહે૨માં સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ ઝુંબેશ શરૃ ક૨વામાં આવી છે. શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની વસ્તુઓના ઉપયોગને બંધ કરી લોકો અને વેપારીઓને પર્યાવરણની દ્રષ્ટિએ અનુકૂળ હોય તેવા વિકલ્પો અપનાવવા તંત્ર અનુરોધ કરી રહ્યું છે.

તા.૧૯ જૂનથી તા.૨૯ જુલાઈ દરમિયાન દરેક વોર્ડની ટીમ દ્વારા વોર્ડના વિવિધ જાહેર સ્થળો, બજારો, શોપિંગ મોલ, ખાદ્ય સ્ટોલ અને વેપારીઓને ત્યાં સિંગલ યુઝ પ્લાસ્ટિક માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન આવી વસ્તુઓનો વપરાશ કરવા બદલ કુલ રૃ.૩,૯૯,૮૫૦નો વહિવટી ચાર્જ વસૂલ કરીને તથા ૯૨ કિ.ગ્રા. પ્લાસ્ટિક જપ્ત ક૨વામાં આવ્યું હતું. હવે આગામી સમયમાં સ્વેચ્છિક સંસ્થાઓ રેસિડેન્સ વેલફેર એસોસિએશન્સ, શાળાઓ અને ઈકો ક્લબ તથા અન્ય સંસ્થાઓને આ કામગીરીમાં જોડવામાં આવશે. કોર્પોરેશન દ્વારા લોકોને પ્રતિબંધિત પ્લાસ્ટિક ચમચી, કપ, સ્ટ્રો, પૉલિથિન થેલી વગેરેનો ઉપયોગ બંધ કરીને અને કપડા કે કાગળની બેગ જેવા વિકલ્પો પસંદ કરવા કહેવાયું છે.

(10:15 PM IST)