તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th July 2025
' જુલાઇમાં મોટી સુનામી આવી શકે " જાપાનના બાબા વેંગા કહેવાતા રિયો તાત્સુકીની ભવિષ્યવાણી સાચી પડી
તેણે ભવિષ્યવાણી કરી હતી કે જુલાઈમાં વર્ષ 2011 માં થયેલી તોહોકુ આફત કરતાં ત્રણ ગણી મોટી સુનામી આવશે

નવી દિલ્હી : રશિયાના કામચાટકામાં આવેલા ભીષણ ભૂકંપ બાદ અમેરિકા અને જાપાનના કેટલાક ભાગોમાં પણ સુનામીના એલર્ટ વચ્ચે રશિયાએ પ્રભાવિત વિસ્તારોમાં ઈમરજન્સી લાગુ કરી દીધી છે. અમેરિકા અને જાપાનમાં અધિકારીઓએ એલર્ટ જારી કર્યું છે. આ કુદરતી આફત વચ્ચે જાપાનના બાબા વેંગા કહેવાતા રિયો તાત્સુકીની ભવિષ્યવાણી સાચી પડતી જોવા મળી રહી છે.
જાપાનમાં હવામાન વિજ્ઞાન એજન્સીએ ચેતવણીમાં જણાવ્યું છે કે લહેરો ત્રણ મીટર સુધી ઊંચી ઉછળવાની શક્યતા છે. અધિકારીઓ પ્રભાવિત વિસ્તારોના રહેવાસીઓને ઊંચા સ્થળોએ જવાની વિનંતી કરી રહ્યા છે. એજન્સીએ ચેતવણી આપી છે કે સુનામીની લહેરો વધુ ઊંચી પણ હોઈ શકે છે. તાત્સુકીએ કહ્યું હતું કે જાપાનમાં જુલાઈ 2025 માં આપત્તિ આવી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રિયો તાત્સુકીની ભવિષ્યવાણીઓ 2021 માં ફરીથી પ્રકાશિત થયેલી 1999 ની માન્ગા પુસ્તકમાં 5 જુલાઈના રોજ ભયાવહ આપત્તિની ચેતવણી આપવામાં આવી હતી.
પુસ્તકમાં તાત્સુકીએ કથિત રીતે જાપાન અને ફિલિપાઇન્સ વચ્ચે સમુદ્રની અંદર એક મોટી તિરાડ બનવાનો દાવો પણ કર્યો હતો. તેણે ભવિષ્યવાણી કરી હતી કે જુલાઈમાં વર્ષ 2011 માં થયેલી તોહોકુ આફત કરતાં ત્રણ ગણી મોટી સુનામી આવશે. નોંધનીય છે કે આ ભવિષ્યવાણીના કારણે ઘણા લોકોએ પહેલેથી જ જાપાન જવાની તેમની યોજનાઓ રદ કરી દીધી હતી.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
