<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

મોરબીના શક્ત શનાળામાં પ્લોટ વિસ્તારમાં ગટરની સમસ્યાથી લોકો ત્રસ્ત : રોડ ઉપર ઉતરવાની ચીમકી

મહાપાલિકા હવે કોઈ કાર્યવાહી નહિ કરે તો અહીંના લોકો રોડ ઉપર ઉતરવા મજબુર થશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના શક્ત શનાળામાં પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં ચાલી શકાય તેવી પણ સ્થિતિ નથી. આ અંગે મહાપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. મહાપાલિકા હવે કોઈ કાર્યવાહી નહિ કરે તો અહીંના લોકો રોડ ઉપર ઉતરવા મજબુર થશે.


 

(12:03 AM IST)