<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ભાવેશભાઇ વ્‍યાસને શ્વેતાએ પકડી રાખ્‍યા અને ધ્રુવ, જેનીશ, બાઠીયાએ છરીના ઘા ઝીંકી પતાવી દીધા : રાજકોટમાં સતત બીજી હત્‍યાઃ કોઠારીયા સોલવન્‍ટ શીતળાધાર ૨૫ વારીયામાં ધર્મની બહેનના ઝઘડામાં વચ્‍ચે પડતાં મુળ પારડીના ટ્રક ડ્રાઇવર યુવાને જીવ ગુમાવ્‍યોઃ રાતોરાત ૪ આરોપી સકંજામાં : વર્ષાબેન દાતી પોતાના રૂમમાં ધર્મના માનેલા ભાઇ ભાવેશભાઇ સાથે બેઠી હતી ત્‍યારે દિકરા ધ્રુવ ઉર્ફ ઘુઘાએ આવી ‘જયલો ક્‍યાં છે?' એવુ પુછી માતા સાથે ઝઘડો ચાલુ કર્યોઃ જેમાં ભાવેશભાઇ વચ્‍ચે પડતાં શ્વેતાએ પકડયા અને ધ્રુવ, જેનીશ, બાઠીયાએ છરીના ઘા ઝીંકી પતાવી દીધાઃ આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જે. જી. રાણા, લક્ષમણભાઇ મકવાણાએ ગુનો નોંધ્‍યોઃ ક્રાઇમ બ્રાંચ, આજીડેમની ટીમે રાતોરાત પકડી લીધા 2:21 PM IST

મહિને વીસ ટકા વળતરની લાલચ આપી મવડીના નિકુંજભાઇ વોરા સાથે ૧૦.૪૫ કરોડની છેતરપીંડી : મવડી હેડ કવાર્ટર પાસે રહેતાં નિકુંજભાઈ વાવડીમાં કારખાનું ચલાવતાં ત્‍યારે સંપર્કમાં આવેલ રોહિત કંકાણીયાએ ૨૦ ટકા વળતર અથવા પાંચ મહિને બમણાં તેમજ આઈફોન, વિદેશ ટૂરની લાલચ આપી ફસાવ્‍યાઃ પત્‍નિ, માતા, પિતા, બહેનના નામે રોકાણ સામે એક આઇફોન અને બોનસ રૂપે માત્ર ૩૫ લાખ અપાયા, બાકીના કરોડો ખાઇ જવાયા :મવડી હેડ ક્‍વાર્ટર પાસે હાર્મની એકઝોટીકામાં રહેતાં યુવાનની ફરિયાદ પરથી યુનિવર્સલ ટ્રેડ લિંકના ભાગીદાર રોહિત શાંતિલાલ કંકાણીયા અને પ્રફુલા કંકાણીયા વિરૂધ્‍ધ ડીસીબી પોલીસે ગુનો નોંધ્‍યોઃ આર્થિક ગુના નિવારણ સેલ દ્વારા તપાસ4:06 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST