News of Tuesday, 5th August 2025
અમદાવાદના નવા વાડજ ઉત્સવ એપાર્ટમેન્ટમાં ધાબુ પડ્યા બાદ હાઉસિંગ બોર્ડ જાગ્યું
સોસાયટીના રહીશો રીડેવલપમેન્ટ કરાવવા તૈયાર હોવા છતાં ફાઇલ આગળ વધતી નથી, રીડેવલપમેન્ટ આગળ ના વધતા રહીશો જર્જરિત મકાનોમાં રહેવા મજબૂર બન્યા

અમદાવાદ : ચાલુ ચોમાસાની સીઝનમાં તંત્ર દ્વારા જર્જરિત મકાનોની યાદી જાહેર કરી કેટલાક મકાનો ભયગ્રસ્ત જાહેર કરે છે અને મકાનમાલિકને સમારકામ માટે નોટિસ પણ ફટકારતી હોય છે તેવામાં અમદાવાદમાં હાઉસિંગ બોર્ડની કોલોનીનું ધાબુ પડ્યું. નવા વાડજ ઉત્સવ એપાર્ટમેન્ટમાં ધાબુ પડ્યા બાદ હાઉસિંગ બોર્ડ જાગ્યું. જે બ્લોકના ધાબુ પડ્યું ત્યાં તાત્કાલિક નોટિસો લગાવી છે. સોસાયટીના રહીશો રીડેવલપમેન્ટ કરાવવા તૈયાર હોવા છતાં ફાઇલ આગળ નથી વધી રહી. રીડેવલપમેન્ટ આગળ ના વધતા રહીશો જર્જરિત મકાનોમાં રહેવા મજબૂર બન્યા હોવાનું કહેવાય છે
(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
