<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

દુકાનો તાત્‍કાલીક ખાલી કરો : વેપારીઓ રઝળશે

ઐતિહાસીક લાખાજીરાજ માર્કેટ નવીનીકરણનું ભૂત ૧ વર્ષ બાદ ફરી ધ્રુણ્‍યુ : મનપા તંત્ર દ્વારા ટુંકી મુદત અને ચોમાસામાં અંતિમ નોટીસ આપવામાં આવતા થડા ધારકો, દુકાનધારકો, વખાર માલિકોમાં રોષ

લાખાજીરાજ માર્કેટના વેપારીઓએ ‘‘અકિલા'' ખાતે વેદના વ્‍યકત કરી  : રાજકોટ : શહેરની ઐતિહાસિક એવી લાખાજીરાજ માર્કેટમાં ભયગ્રસ્‍ત મિલ્‍કતો અંગે મનપા દ્વારા જગ્‍યા ખાલી કરવા અચાનક નોટીસ અપાતા અને તેમાં સમય પણ ન આપવામાં આવતા આજે અહીંના વેપારીઓએ ‘‘અકિલા'' કાર્યાલય ખાતે મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વેદના ઠાલવી હતી. આ સમયે જોગાનુજોગ પૂર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ અશોક બગથરીયા) 

રાજકોટ, તા. પ :  મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરની ઐતિહાસિક લાખાજી રાજ શાકમાર્કેટનું બાંધકામ નબળુ પડતા તેને ભયગ્રસ્‍ત જાહેર કરી એકાએક ખાલી કરાવવા નોટીસો આપવામાં વેપારીઓમાં રોષ જોવા મળ્‍યો હતો.

શહેરની ઐતિહાસીક લાલજી રાજ માર્કેટને મનપા દ્વારા ભયગ્રસ્‍ત જાહેર કરી માર્કેટના કુલ ૧૦૪ જેટલા વેપારીઓને એકાએક ખાલીક રવા ‘‘અંતીમ નોટીસ'' આપવામાં આવતા વેપારીઓમાં ફફડાટ વ્‍યાપી ગયો છે. મનપા દ્વારા વેપારીઓને આપવામાં નોટીસમાં જણાવાયું હતું કે  મહાનગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા આ ઈમારતની સ્‍ટ્રકચરલ સ્‍ટેબીલીટીની ચકાસણી એમપેનલ્‍ડ સ્‍ટ્રકચરલ એન્‍જીનિયર પાસે કરાવતા, સ્‍ટ્રકચરલ એન્‍જીનિયરથીના રીપોર્ટ અનુસાર ઈમારત જર્જરીત હાલતમાં હોવાનો અને કબજેદાર દ્વારા યોગ્‍ય રીતે જાળવણી થયેલ ન હોવાનો રીપોર્ટ કરેલ છે. ઉપરાંત ઈમારત કુદરતી આપતી જેવી કે વાવાઝોડા, ભારે વરસાદ કે ભુંકપ જેવી પરિસ્‍થિતિનો સામનો કરી ન શકે તેવી "very vulnerable" હોય આ ઈમારતનો વપરાશ બંધ કરવા અને તાત્‍કાલિક ખાલી કરાવી આપવા અત્રે જણાવવામાં આવેલ છે. ઉપરાંત, શાક માર્કેટની ઈમારત ખુબ જ જુની હોય તેમજ આ ઇમારત જર્જરીત થયેલ હોવાનો રીપોર્ટ ધ્‍યાને લેતા. આ જગ્‍યા તાત્‍કાલિક ખાલી કરાવવા તમોને સંદર્ભ-૧ થી નોટીસ આપી તા.૨૯ જુલાઇ ર૦ર૫  સુધીમાં જગ્‍યા ખાલી કરવા જણાવવામાં આવેલ છે. આમ, આ બાબતે અગિયાર માસ કરતાં પણ વધારે સમય વ્‍યતિત થયેલ હોવા છતાં આપના દ્વારા સદરહુ જગ્‍યા ખાલી કરી રાજકોટ મહાનગરપાલિકાને કબજો સોપવામાં આવેલ નથી.

ઉપરાંત જણાવવાનું કે આ ઇમારત ખુબ જ ગીચતા વાળા વિસ્‍તારમાં આવેલી છે. આથી ઇમારત કે તેનો કોઈ ભાગ પડી ને કોઇ જાન-માલને નુકસાન થવાની શકયતાઓ ખુબ જ વધારે હોય ખાલી કરવી અત્‍યંત આવશ્‍યક છે.

આથી તમોને આ નોટીસથી જણાવવામાં આવે છે કે આ લીઝ વાળી જગ્‍યા તાત્‍કાલિક ખાલી કરશો અન્‍યથા આ ભયગ્રસ્‍ત ઈમારતને કારણે કોઇ પણ પ્રકારે જાન-માલને નુકશાન થશે. તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી આપની રહશે. તેમજ આ બાબતે હોદાની રૂએ અત્રે નીચે સહી કરનારને કે રાજકોટ મહાનગરપાલિફાને કોઇ પણ પ્રકારે કાયદાકિય, ફોજદારી કે આર્થિક બાબતોનો સામનો કરવાનો થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આપની અંગત બનશે જેની પાણ ગંભીર નોંધ લેશો.

 આથી સાણિ ઈમારતમાં આપને લીઝથી ફાળવેલ જગ્‍યા તાત્‍કાલિક અસરથી તા ૩૧જુલાઇ ર૦રપ સુધીમાં ખાલી કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરશો, જગ્‍યા ખાલી ન કર્યો આપની વિરૂધ્‍ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવાની ફરજ પડશે. તેમજ નિયત મુદત બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સદર ઈમારતની જગ્‍યાનો કબજો એકતરફી રીતે સંભાળી લઇ ઈમારત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવાની ફરજ પડશે અને તેવા સંજોગોમાં જો આપની કોઈ પણ જંગમ મિલ્‍કત સુંદર જગ્‍યાની અંદર રહેલ હશે તો રાજકોટ મહાનગરપાલિકાની કોઈ જવાબદારી રહેશે નહી જેની ગંભીર નોંધ લેશો.

ઉપરોકત તા. ૩૧ જુલાઇ ર૦રપ સુધીમાં પણ જો સદર ઇમારત કે તેનો કોઇ પણ ભાગ તુટવાથી, પડવાથી કે જર્જરીત હોવાના કારણે કોઇ જાન માલને નુકસાન થશે તો આ અંગેની તમામ જવાબદારી આપની અંગત માખી આપના વિરૂધ્‍ધ કોઇ પણ નુકશાની અથવા તો કાયદાકીય કાર્યવાહી હાથ પરવાની ફરજ પડરી તેની પણ નોંધ લેશો. તેમજ સદરહુ ઈમારત ખાલી કરવાના સમયે કોઈ જાન-માલની અની થશે તો તેની તમામ જવાબદારી પણ આપની જ રહેશે.

આમ મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા એકાએકા ફરી એક વર્ષ બાદ ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટના વેપારીઓને ખાલી કરવા નોટીસ આપવામાં આવતા વેપારીઓમાં રોષ  જોવા મળ્‍યો હતો. અને આ સમગ્ર બાબતે અકિલા કાર્યાલાય ખાતે અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગાણાત્રાને આપવિતી જણાવી હતી.

શાક માર્કેટના વેપારીઓએ આ અંગે યોગ્‍ય કરવા માંગ કરી છે.  

 

રિનોવેશનમાં અમારો સંપૂર્ણ સહકારઃ

બેભાગમાં નવિનીકરણ કરોઃ વેપારીઓની ગુહાર

માત્ર પ દિવસમાં જગ્‍યા ખાલી કરવી મુશ્‍કેલ : તંત્ર ઘટતું કરે

રાજકોટઃ શહેરની ઐતિહાસીક લાખાજીરાજ માર્કેટના જર્જરીત સ્‍ટ્રકચર રિપોર્ટના એક વર્ષ બાદ ફરી મનપાતંત્ર દ્વારા રિનોવેશન કરવા બજારના વેપારીઓને દુકાનો,થડા,વખાર ખાલી કરવા નોટીસ આપી માત્ર ૫ દિવસની મહેતલ અપાતા દુકાનધારકોમાં રોષ જોવા મળ્‍યો છે. વેપારીઓએ જણાવેલ કે,અમે રિનોવેશન કામમાં તંત્રને સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છીએ પણ ચોમાસાની ઋતુમાં  માત્ર પ દિવસમાં જગ્‍યા ખાલી કરવી અશક્‍ય સમાન છે. ત્‍યારે મહેતલ વધારી તંત્ર ઘટતું કરે.ઉપરાંત નવિનીકરણ બે ભાગમાં વારા ફરતી કરવામાં આવે તો વેપારીઓના વેપારને સાનુકુળતા રહેશે અને ધંધો ચાલુ રહેવાથી આર્થીક મુશ્‍કેલીનો સામનો પણ નહી કરવો પડે.  (૯.ર૩)

(3:53 PM IST)