તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th August 2025
લાખાજીરાજ માર્કેટના નવીનીકરણ બાદ વેપારીઓને જ તેમની જગ્યા અપાશે : તુષાર સુમેરાની ખાત્રી
સ્ટ્રકચર રિપોર્ટમાં જોખમ હોય આ માર્કેટનું સમારકામ જરૂરીઃ મ્યુનિ. કમિશ્નર

રાજકોટ : મનપા તંત્ર દ્વારા શહેરની ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટનું બાંધકામ નબળુ પડતા તેને ભયગ્રસ્ત જાહેર કરી ખાલી કરાવવા નોટીસો આપવામાં આવતા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
આ અંગે મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, સ્ટ્રકચર રિપોર્ટમાં જોખમ હોય આ માર્કેટનું સમારકામ જરૂરી છે.
ત્યારે તંત્ર દ્વારા આ ઐતિહાસિક શાક માર્કેટના નવિનીકરણનો નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમાં શ્રી સુમેરાએ જણાવ્યું હતું કે, આ શાક માર્કેટનો સ્ટ્રેકચર રિપોર્ટ આવ્યા બાદ સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. અને સમારકામ કરવાની જરૂર છે. તેવી ભલામણ કરવામાં આવી છે. અંતમાં શ્રી સુમેરાએ ખાત્રી આપતા જણાવ્યું હતું કે, લાખાજીરાજ માર્કેટના નવીનિકરણ બાદ આજે વેપારીઓને જ તેમની જગ્યા અપાશે.
(3:51 PM IST)










