તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Tuesday, 5th August 2025
બોલિવૂડની ૧૦ સૌથી મોંઘી ફિલ્મઃ બે તો મહાફલોપ સાબિત થઈ
આદિપુરુષનું બજેટ ૫૦૦ કરોડ રૂપિયા હતું. આ પછી ધ ગુડ મહારાજા, બ્રહ્માસ્ત્ર, સિંઘમ અગેન, બડે મિયાં છોટે મિયાં, જવાન, ટાઇગર ૩, પઠાણ, ફાઇટર અને મેદાનનો સમાવેશ થાય છે

મુંબઈ,તા.૦૫: આજના સમયમાં ફિલ્મોમાં વીએફએક્સથી લઈને ટેકનિકલીટી સુધી, ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેવામાં, બોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મોમાં પહેલા નંબરે આદિપુરુષ છે, જેનું બજેટ ૫૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન, પ્રભાસ અને કૃતિ સેનન લીડ રોલમાં હતા.
સંજય દત્તની ફિલ્મ ધ ગુડ મહારાજનું બજેટ ૪૦૦ કરોડ રૂપિયા હતું. જોકે, આ ફિલ્મ ક્યારેય રિલીઝ થઈ શકી નહીં.
અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત બ્રહ્માસ્ત્ર બોલિવૂડની મોંઘી ફિલ્મોમાંની એક છે. જેમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન, મૌની રોય, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લીડ રોલમાં હતા. તેનું બજેટ લગભગ ૪૦૦ કરોડ રૂપિયા હતું.
રોહિત શેટ્ટીની કોપ ફ્રેન્ચાઇઝ ફિલ્મ સિઘમ પણ આ યાદીમાં સામેલ છે. તેનું બજેટ ૩૫૦ - ૩૭૫ કરોડ રૂપિયા હતું. જેમાં અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ પણ જોવા મળ્યા હતા.
આ યાદીમાં અક્ષય કુમારની ફલોપ ફિલ્મ બડે મિયાં છોટે મિયાં પણ સામેલ છે જેમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ લીડ રોલમાં હતા. આ ફિલ્મ બનાવવા માટે મેકર્સે વિદેશી લોકેશન, સ્ટંટ અને વિઝ્યુઅલ પર ઘણો ખર્ચ કર્યો હતો. ૩૫૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ ડિઝાસ્ટર સાબિત થઈ.
એટલીના ડાયરેક્શનમાં બનેલી જવાન પણ સૌથી મોંઘી ફિલ્મોની યાદીમાં સામેલ છે જેમાં શાહરૂખ ખાન અને નયનતારા જોવા મળ્યા હતા. તેનું બજેટ લગભગ ૩૫૦ કરોડ રૂપિયા હતું. જેના માટે શાહરૂખ ખાનને તેની કારકિર્દીનો પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.
સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ટાઇગર ૩નું બજેટ ૩૦૦ કરોડ રૂપિયા હતું
શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ સુપરહિટ ફિલ્મ હતી. જેનું બજેટ ૨૫૦ કરોડ રૂપિયા છે.
ઋત્વિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂરની ફિલ્મ ફાઇટર ૨૫૦ કરોડ રૂપિયા માં બની હતી.
અજય દેવગનની ફિલ્મ મેદાને ૨૩૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જોકે, આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
