તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th August 2025
કલ્યાણપુરના નંદાણા ગામે સ્લીપ થતાં ટ્રેકટર નજીકની ખેત તલાવડીમાં ખાબકમાં અંદર બેઠેલા પ્રૌઢ ડૂબી ગયા

જામખંભાળીયા તા. પ :.. નંદાણા ગામે રહેતા શામજીભાઈ નાથાભાઈ નકુમ નામના ૫૫ વર્ષના સતવારા પ્રૌઢ ગઈકાલે સોમવારે તેમના ટ્રેકટર પર બેસીને વાડીએ જઈ રહ્યા હતા. ત્યારે માર્ગમાં કાદવ કીચડ વાળો રસ્તો હોવાથી તેમનું ટ્રેકટર સ્લીપ થઈ અને નજીકમાં ખેત તલાવડીમાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં પાણીમાં ડૂબી જવાના કારણે શામજીભાઈ નકુમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર વિજયભાઈ શામજીભાઈ નકુમ (ઉ.વ. ૩૦, રહે. નંદાણા)એ કલ્યાણપુર પોલીસને કરી છે.
ખંભાળિયા, કલ્યાણપુરમાં
દારૃ સાથે બે ઝડપાયા
ભટ્ટગામ ખાતે રહેતા અજા ગગુ કારીયા નામના ૪૮ વર્ષના શખ્સે પોતાના ઘરમાં છુપાવીને રાખવામાં આવેલી રૃપિયા ૨૬,૦૦૦ કિંમતને વિદેશી દારૃની ૨૦ બોટલ સાથે પોલીસે ઝડપી લીધો હતો. દારૃનો આ જથ્થો આરોપી અજા ગગુ કારીયાએ કાલાવડ તાલુકાના શબીર હમીર દલ પાસેથી વેચાણ અર્થે મેળવ્યો હોવાનું તેણે કબૂલ્યું હતું. જેથી પોલીસે આરોપી શબ્બીર હમીર દલની શોધખોળ હાથ ધરી છે.
કલ્યાણપુર તાલુકાના કેશવપુર ગામે રહેતા કૌશિક વેજાણંદ બેડીયાવદરા નામના ૨૨ વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૃની બે બોટલ તેમજ એક મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિત રૃ. ૨૭,૧૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, પ્રોહિ. એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.
કલ્યાણપુરમાં એકીબેકીનો જુગાર
દેવળીયા ગામના પાટીયા પાસેથી પોલીસે મુકેશ જયંતીલાલ પાંવ અને ભરત પરબતભા માણેક નામના બે શખ્સોને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
