<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

મોટી પાનેલી ડો. મહેન્‍દ્રભાઇ પાડલીયાના હસ્‍તે ૫૬.૫૦ લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાત-મુહૂર્ત

જી. પં.સભ્‍ય ધારાસભ્‍ય ગ્રામ પંચાયત ગ્રાન્‍ટ માંથી રકમની ફાણવણી કરાઇ

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલીઃ  તા. પ, ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આજરોજ જંગી રકમ ના વિકાસ કર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવેલ છે પાનેલી ગામના પંચસીલ વિસ્‍તાર માં રોડ રસ્‍તા ઓ ના કાર્યો સાથે ભૂગર્ભ ગટર સાથે પાણી ની લાઈન ના કામો નું લોકાર્પણ આજરોજ ધોરાજી ઉપલેટા વિસ્‍તારના ધારાસભ્‍ય ડો. મહેન્‍દ્રભાઈ પાડલીયા ના હસ્‍તે કરવામાં આવેલ જેમાં પંચસીલ સોસાયટી ના અને હાઈસ્‍કૂલ વિસ્‍તારના પેવર બ્‍લોક અને સીસી રોડ નું કામ નું લોકાર્પણ અને રેલવેસ્‍ટેશન હનુમાનજી મંદિર અને આંગણવાડી પાસે ના કામો નું ખાતમુહૂર્ત ધારાસભ્‍ય ના હસ્‍તે કરવામાં આવતા આ વિસ્‍તારના લોકો માં કાદવ કીચડ ની મુશ્‍કેલી માંથી રાહત મળવાની ખુશી છવાઈ છે આશરે આડત્રીસ લાખ પચાસ હજાર રૂપિયા ના વિકાસના કામોનું આજે લોકાર્પણ થયેલ છે જેમાં  ધારાસભ્‍ય ની ગ્રાન્‍ટમાંથી દસ લાખ ગ્રામ પંચાયત ની ગ્રાન્‍ટ આઠ લાખ અને જિલ્લા પંચાયત ની લગભગ આડત્રીસ લાખ જેટલી રકમ ની ગ્રાન્‍ટ ફાળવવામાં આવેલ છે આ પ્રસંગે પાનેલી સરપંચ ચંદુભાઈ જાદવ જિલ્લા પંચાયત સદસ્‍ય મીરાબેન ઉપ સરપંચ  જતીનભાઈ પૂર્વ સરપંચ  અશોકભાઈ પૂર્વ ઉપ સરપંચ  બધાભાઇ તાલુકા પં. સભ્‍ય ભાવેશભાઈ નિલેશભાઈ સાતવડી સરપંચ શ્રી જટુભા વાળા તેમજ ગ્રામ પંચાયત સદસ્‍ય સાથે સહકારી ક્ષેત્ર ના આગેવાનો તેમજ કાર્યકરો સાથે બહોળી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિતિ રહ્યા હતા. 

(11:01 AM IST)