<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

ધર્મની બહેનના ઝઘડામાં વચ્‍ચે પડેલા ભાવેશભાઇની હત્‍યામાં ક્રાઇમ બ્રાંચે ૩ને પકડયા

રાજકોટ તા. ૫: કોઠારીયા સોલવન્‍ટ શીતળાધાર ૨૫ વારીયામાં ગત સાંજે પોતાના ધર્મના માનેલા બહેન વર્ષાબેનના ઘરે મુળ પારડીના ભાવેશભાઇ વ્‍યાસ બેઠા હતાં ત્‍યારે વર્ષાબેના દિકરા ધ્રુવ ઉર્ફ ધ્રુવીન ઉર્ફ ઘુઘો મુકેશભાઇ દુધરેજીયાએ ઝઘડો કરી ગાળો ભાંડતા ધર્મના માનેલા ભાઇ રૂમમાં વર્ષાબેનની સાથે જ હોઇ તે વચ્‍ચે પડતાં તેની હત્‍યા થઇ હતી.

ધ્રુવીનની સાથે રહેલી શ્વેતાએ ભાવેશભાઇને પકડી રાખ્‍યા હતાં અને ધ્રુવીન, કોૈશલ ઉર્ફ બાઠીયો તથા જેનીશ રજપૂતે છરીના ઘા મારી હત્‍યા કરી હતી. ક્રાઇમ બ્રાંચના વિજયરાજસિંહ જાડેજા, કૃષ્‍ણદેવસિંહ ઝાલા, પ્રદિપસિંહ, પ્રતિકસિંહ, વિશાલભાઇ, અનુજભાઇ, અરવ્‍ંિદભાઇ સહિતની બાતમી પરથી શ્વેતા દિપસિંગ ગોહેલ, ધ્રુવીન ઉર્ફ ધ્રુવ મુકેશભાઇ દુધરેજીયા અને કોૈશલ ઉર્ફ બાઠીયો રાજેશભાઇ નિમાવતને પકડી લેવાયા હતાં. જ્‍યારે ચોથા આરોપીને આજીડેમ પોલીસે પકડયો હતો. ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની રાહબરીમાં પીઆઇ, પીએસઆઇની ટીમોએ આ કામગીરી કરી હતી. 

(3:46 PM IST)