<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

ગોંડલ પંથકની સગીરાનું અપહરણ કરનાર સોનેલાલ ઉર્ફે સુનીલ પકડાયો

ગોંડલ તાલુકા પોલીસના પી.આઇ. એ.ડી.પરમાર તથા ટીમે બીહારના લોરીયા ગામેથી આરોપીને દબોચ્‍યો

રાજકોટ, તા., ૫ : ગોંડલ પંથકની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરનારા શખ્‍સને ગોંડલ તાલુકા પોલીસે બીહારના લોરીયા ગામેથી ઝડપી લઇ સગીરાને મુકત કરાવી હતી.

મળતી વિગત મુજબ ગોંડલ પંથકમાં રહેતી પરપ્રાંતીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી સોનેલાલ ઉર્ફે સુનીલ નામનો શખ્‍સ ભગાડી ગયો હોવાની સગીરાના પરિવારજનોએ ફરીયાદ નોંધાવતા ગોંડલ તાલુકા પોલીસ મથકના પી.આઇ. એ.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આર.જે.જાડેજા તથા સ્‍ટાફે સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતા સોનેલાલ ઉર્ફે સુનીલ સગીરાને ટ્રેનમાં પોતાના વતન તરફ નીકળી ગયો હોવાનું જાણવા મળતા પોલીસે આરોપી સોનેલાલ ઉર્ફે સુનીલ બીહારના લંગરા ગામ તેના વતનમાં પહોંચી તપાસ કરતા આરોપી સોનેલાલ ઉર્ફે સુનીલ લોરીયા ગામે તેના સંબંધીના ઘરે હોવાનું જાણવા મળતા પોલીસે આરોપી સોનેલાલ ઉર્ફે સુનીલ કાશીદાસભાઇ મારવાડી (ઉ.વ.રર) (રહે. લંગરા ગામ, તા. શીકારપુર-બીહાર) થી પકડી લઇ સગીરાને મુકત કરાવી હતી. આ કામગીરી પી.આઇ. એ.ડી.પરમાર, પી.એસ.આઇ. આર.જે.જાડેજા, એ.એસ.આઇ. રૂપકભાઇ, હેડ કોન્‍સ. પ્રતાપસિંહ, ધર્મેન્‍દ્રસિંહ, કોન્‍સ. ભરતભાઇ, પૃથ્‍વીરાજસિંહ, અરવિંદભાઇ, મુકેશભાઇ, રણજીતભાઇ, રવીરાજસિંહ, ભગીરથભાઇ તથા જયદીપભાઇ દ્વારા કરવામાં આવી હતી. (

(11:31 AM IST)