News of Tuesday, 5th August 2025
વિસાવદરમાં ઈકો સેન્સિટિવ ઝોન અંગે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત
ગોપાલ ઇટાલિયાએ કહ્યું, ખેડૂતો માટે જાહેર કરાયેલી કિસાન પાક વીમા યોજનાનો વીમો ગુજરાતમાં અપાતો નથી. તેમજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ લાભ અપાતો નથી

વિસાવદરમાં ઈકો સેન્સિટિવ ઝોન અંગે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે. ગોપાલ ઇટાલિયાએ કહ્યું, ખેડૂતો માટે જાહેર કરાયેલી કિસાન પાક વીમા યોજનાનો વીમો ગુજરાતમાં અપાતો નથી. તેમજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ લાભ અપાતો નથી. યોજના બનેલી છે પણ અમલ થતો નથી. તેનો અમલ કરવા માંગણી કરી છે.
વિસાવદરના MLA ગોપાલ ઇટાલિયાએ વધુમાં કહ્યું હતું કે,રાજ્યમાં 40 ટકા જમીન કપાત કરી તેનો વેપાર થાય છે, 40 ટકા કપાત ગેરકાયદે થાય છે. રાજ્યમાં રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન વધી રહ્યું છે. સોલાર ફાર્મ અને પવનચક્કી પર કોઈ મિલકત વેરો લેવાતો નથી તે લેવાવા જોઈએ. માલધારીઓ પાસે ઢોર બાંધવા અને ચરાવવા કોઈ જગ્યા નથી. માલધારીઓને ભાડાપટ્ટેથી ઢોર બાંધવા સરકાર જમીન ફાળવે તેવી રજૂઆત કરી છે.
MLA ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, મે વિસાવદર ઈકો સેન્સિટિવ ઝોન અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે. આસામમાં ઈકો ઝોન પરત ખેંચાયો હતો. ખેડૂતો માટે જાહેર કરાયેલી કિસાન પાક વીમા યોજના નો વીમો ગુજરાતમાં અપાતો નથી, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ લાભ અપાતો નથી. યોજના બનેલી છે પણ અમલ થતો નથી. તેનો અમલ કરવા માગણી કરી છે.
જૂનાગઢ મનપાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. ટીપી ના કાયદાનું ખોટી રીતે અમલીકરણ થાય છે. રાજ્યમાં 40 ટકા જમીન કપાત કરી તેનો વેપાર થાય છે.40 ટકા કપાત ગેરકાયદે થાય છે. રાજ્યમાં રિન્યુએબલ એનર્જી નું ઉત્પાદન વધી રહ્યું છે. સોલાર ફાર્મ અને પવનચક્કી પર કોઈ મિલકત વેરો લેવાતો નથી તે લેવાવા જોઈએ.માલધારીઓ પાસે ઢોર બાંધવા અને ચરાવવા કોઈ જગ્યા નથી. માલધારીઓને ભાડાપટ્ટે થી ઢોર બાંધવા સરકાર જમીન ફાળવે તેવી માગ કરવામાં આવી છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
