<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

સામાન્‍ય બોલાચાલીમાં ધ્રાંગધ્રામાં યુવકની હત્‍યાઃ પત્‍નિ અને પુત્રને થયેલી ઇજા

 

વઢવાણ, તા. પઃ ધ્રાંગધ્રામાં યુવકની નજીવી બાબતે હત્‍યા કરી હોવાની ઘટના સામે આવી છે. બે લોકોએ પરિેવાર સાથે અગાઉનું મન દુઃખ અને સામન્‍ય બોલાચાલીમાં ત્રણ લોકો પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્‍ત થયા છે. જ્‍યારે એકનું મોત થયું છે. આ મામલે ઈજાગ્રસ્‍તોને સારવાર માટે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા છે. યુવકને વધારે વાગી જતા ઘટના સ્‍થળે મોત થયું છે. પોલીસે આ મામલે હત્‍યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બે મહિલાઓ ઇજાગ્રસ્‍ત થઈ છે. યુવકની અંગત અદાવતમાં તિક્ષણ હથિયાર વડે હત્‍યા કરવામાં આવી છે. યુવક સાથે તેની પત્‍ની અને પુત્રી પર હુમલો કરવામાં આવ્‍યો હતો. પત્‍ની અને પુત્રીને સારવાર અર્થે સુરેન્‍દ્રનગર ખસેડવામાં આવ્‍યા છે. આ ઘટનામાં કલ્‍પેશભાઈ રમણીક લાલ પારેખ ઉ.વ. ૪૨ નું મોત થયું છે. નિશાબેન પારેખ અને ક્રિષ્‍નાબેન પારેખ બંને ઈજાગ્રસ્‍ત થયા છે.(૬.૮)

 

(10:56 AM IST)