તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 5th August 2025
મનપામાં નવા ત્રણમાંથી બે ટાઉન પ્લાનર હાજરઃ ત્રણેય સીટી એન્જીનીયરો ટીપીની કામગીરીમાંથી ટૂંક સમયમાં મૂકત થશે
વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનના ટાઉન પ્લાનર કાર્યરતઃ ઇસ્ટ ઝોનના ટાઉન પ્લાનર હાજર થયા બાદ કામગીરી અંગે મ્યુનિ.કમિશનર દ્વારા હુકમ થશે

રાજકોટ, તા. પ : શહેરમાં ગત વર્ષે ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટનામાં મુખ્ય બેદરકારી ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓની ખુલી હતી. અગ્નિકાંડની ઘટના બાદ ટીપી શાખામાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા હતા. સિટી એન્જીનિંયરોને ટીપી શાખાની લગતી કામગીરી સોંપવામાં આવી હતી.
દરમિયાન તાજેતરમાં ત્રણેય ઝોનમાં ટાઉન પ્લાનરની ભરતી કરવાની પ્રક્રિયાને જનરલ બોર્ડ દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે. ત્રણ પૈકી બે ટાઉન પ્લાનર હાજર થઇ ગયા છે. જ્યારે ઇસ્ટ ઝોનના ટાઉન પ્લાનર આવતા સપ્તાહે હાજર થાય તેવી શકયતા જણાઇ રહી છે. ટૂંક સમયમાં ત્રણેય ઝોનના સિટી એન્જીનીંયરોને ટીપી શાખાની કામગીરીમાંથી મુક્ત કરી દેવામાં આવશે. તેવું જાણવા મળી રહ્યું છે
(4:08 PM IST)










