News of Wednesday, 6th August 2025
મોરબીમાં જુગારના બે દરોડામાં છ મહિલા સહિત 12 જુગાર રમતા ઝડપાયા.
જાંબુડિયા ગામે બે રેડમાં જુગાર રમતા 7 ઝડપાયા: ભીમસર ચોકમાં જાહેરમાં અને ભડિયાદમાં ઘરમાં જુગાર રમતા જુગારીઓ પોલીસની ઝપટે.

મોરબી શહેરમા બી ડિવિઝન અને એલસીબી પોલીસે જુગારના અલગ અલગ બે દરોડા પાડયા હતા જેમાં એલસીબીએ ભડિયાદ રોડ ઉપર રહેણાંક મકાનમાં જુગાર રમતી છ મહિલા સહિત દસ જુગારીઓને ઝડપી લીધા હતા. જ્યારે બી ડિવિઝન પોલીસે ભીમસર ચોકમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં મોરબી એલસીબી ટીમે ભડિયાદ રોડ ઉપર સાયન્સ કોલેજ સામે કિશોરભાઈ બાબુભાઈ વાઘાણીના રહેણાંકમાં દરોડો પાડી જુગાર રમી રહેલા આરોપી કિશોરભાઈ બાબુભાઇ ઉર્ફે બાલાભાઇ વાધાણી, વિજયભાઈ રાજેશભાઈ પરમાર, જયેશભાઈ જગદીશભાઈ પીપડીયા, હાર્દીકભાઈ જગદીશભાઈ પ્રજાપતી, પ્રીતિબેન અનિલભાઈ જંજવાડીયા, જ્યોતીબેન મુન્નાભાઈ ડોડીયા, મંજુલાબેન મોહનભાઈ રાઠોડ, દામીનીબેન અક્ષરાજ ધવેશા, નિમુબેન મહેશભાઈ જંજવાડીયા અને રંજનબેન રાજેશભાઈ પરમારને રોકડા રૂપિયા 21,600 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.
જ્યારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે ભીમસર ચોકમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ભરતભાઈ જીકાભાઈ અઘારા અને ગોપાલભાઈ જીવણભાઈ પંસારાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3250 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
મોરબીના જાંબુડીયા ગામે જુગારની બે રેડમાં જુગાર રમતા સાત પકડાયા
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા નવા જાંબુડીયા ગામે રાત્રિના જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમવામાં આવી રહ્યો હોય રેડ કરવામાં આવી હતી.જુદી જુદી બે રેડમાં કુલ સાત લોકો જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે
મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે મળેલ બાતમીના આધારે મોરબીના નવા જાંબુડીયા ગામે સલાટવાસ વિસ્તારમાં જુદી જુદી બે જગ્યાઓએ જુગાર બાબતે રેડ કરવામાં આવી હતી કે જ્યાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો હતો.જેમાં એક રેડમાં રાહુલ લાભુભાઈ ઉડેચા (૨૨) રહે.નવા જાંબુડીયા, નિલેશ જેઠાભાઈ મુંધવા (૩૦) રહે.જૂના જાંબુડીયા, સિકંદર વલીમામદ સધવાણી (૩૧) રહે.રણછોડનગર નવલખી રોડ મોરબી અને હરખાભાઈ શામજીભાઈ સાલાણી (૨૬) રહે.વિદ્યુતનગર સોસાયટી સર્કિટ હાઉસ સામે મોરબી-૨ રોન પોલીસનો જુગાર રમતા મળી આવતા રોકડા રૂપિયા ૧૦,૦૭૦ સાથે ચારેયને પકડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
તે રીતે જ તે વિસ્તારમાં રાત્રિના ૧૨:૩૦ વાગ્યાના અરસામાં કરવામાં આવેલી બીજી રેડમાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમી રહેલ મેહબૂબ ઓસમાણભાઇ સુમરા (૩૪) રહે.વિજયનગર વીસીપરા મોરબી, જગદીશ રમેશભાઈ બોડા (૩૩) રહે.ફૂલછાબ કોલોની વીસીપરા મોરબી અને વિનોદ હીરાભાઈ જોલાપરા (૨૨) રહે.જુના જાંબુડીયા હનુમાન મંદિર પાસે ની રોકડા રૂપિયા ૧૦,૧૦૦ સાથે ધરપકડ કરીને ત્રણેયની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
