તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th August 2025
૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસઃ બિરસામુંડાની પ્રતિમાએ પ્રકૃતિપૂજા, ધરતી વંદના,સાંસ્કૃતિક રેલી
પારંપરીક આદીવાસી વેશભુષામાં બિરસામુંડાની પ્રતિમાએથી રેલીનો પ્રારંભ થઈ ભીલવાડા ચોક, કિશાનપરા થઈ રેસકોર્ષ ખાતે સમાપનઃ લોકનૃત્યની થશે જમાવટઃ રાજકોટ ભીલ પંચ દ્વારા આયોજન

રાજકોટઃ આગામી ૯ ઓગસ્ટ, વિશ્વ આદિવાસી દિવસે શ્રી રાજકોટના ભીલ પંચ દ્વારા આ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવશે.
૯ ઓગસ્ટને શનિવારે બપોરે ત્રણ વાગ્યે, રેસકોર્ષમાં આવેલ બિરસામુંડાની પ્રતિમાએ, પ્રકૃતિપુજા, ધરતીવંદના, સામાજીક સભ્ય તથા બિરસાદાદ તથા ફુલમાળા અર્પણવિધી બાદ, સાંજે ૪ વાગ્યે આદિવાસી સાંસ્કૃતિકરેલીનું આયોજન કરવામાં આવેલ છે.
આ સાંસ્કૃતિરેલી બિરસામુંડાની પ્રતિમાએથી પ્રસ્થાન કરી, બિરસામુંડા સર્કલથી અકિલા સર્કલથી ફુલછાબ ચોક થઈ ભીલવાડા ચોકથી યાજ્ઞિક રોડ, અકિલા સર્કલ ચોકથી કિસાનપરા ચોક સર્કલ થઈ રેસકોર્ષ અંદર બાલભવન થઈ બિરસામુંડા પ્રતિમાએ રેલીની પુર્ણાહુતી થશે.
જ્યાં પુર્ણાહુતી સમયે આદિવાસી પરંપરાગત વેશભુષા સાથે સાંસ્કૃતિક લોકનૃત્યો સાથે કાર્યક્રમની પુર્ણાહુતી થશે.
રાજકોટ ભીલ પંચના આ આયોજનમાં સ્થાનીક આદિવાસી ભાઈઓ બહેનો, બાળકો સાથે એમ.પી, રાજસ્થાન, દાહોદ, ગોધરાના આદિવાસી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેશે તેમ જણાવાયું છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા) (
(3:00 PM IST)










