<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

ચેતજો...ગાયત્રીનગર મેઇન રોડની જલારામ ફરસાણમાંથી અધધ..:૮પ કિલો મકાઇના લોટની પેટીસનો નાશ

ફરાળી ચેવડો, ખીચડી, પાસ્તા સહિત પાંચ નમૂના લેવાયાઃ રેલ્વે જંકશનના હોકર્સ ઝોનમાં ચેકીંગ

રાજકોટ, તા. પઃ શ્રાવણ માસ નિમિત્તે ફારાળી ખાદ્યચીજોનો વ્‍યાપક પ્રમાણમાં ઉપયોગ થતો હોય રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્‍તારમાં ફરાળી ખાદ્યચીજો અંગે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન જલારામ ચોક, જય ખોડિયાર હોલની બાજુમાં, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ ફરાળી પેટીસનું ઉત્‍પાદન કરતી ‘જલારામ ફરસાણ' પેઢીની તપાસ કરવામાં આવેલ. પેઢીની તપાસ દરમિયાન સ્‍થળ પર ફરાળી પેટીસના ઉત્‍પાદન માટે મકાઇનો લોટ (MAIZE STARCH) ઉપયોગમાં લેતા હોવાનું માલૂમ પડેલ. સ્‍થળ પર મકાઈનો લોટ વાપરીને અગાઉથી તૈયાર કરેલ પેટીસનો ૮૫ કિ.ગ્રા. જથ્‍થો વાસી જણાયેલ તથા ફરાળી પેટીસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો મકાઇના લોટનો ૦૫ કિ.ગ્રા. જથ્‍થો મળીને કુલ ૯૦ કિ.ગ્રા. જથ્‍થો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને લાયસન્‍સ બાબતે તેમજ સ્‍થળ પર હાઇજિનિક કન્‍ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.

સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ અન્નપૂર્ણા ફરસાણ તથા જલીયાણ ફરસાણ પેઢીને લાયસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ. તથા રામાપીર પેટીસ, બાલાજી ફરસાણ, અક્ષર પેટીસ એન્‍ડ ગાંઠિયા, ઉમિયા ફરસાણ, ચામુંડા ફરસાણ પેઢીની તપાસ કરવામાં આવેલ.

પાંચ નમૂના લેવાયા

શ્રાવણ માસ નિમિતે ફારાળી ખાદ્યચીજો અંગેની ડ્રાઈવ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્‍તારમાં ફરાળી ખાદ્યચીજોના ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ ૧.  રાજગરા ફરાળી ચેવડો (લુઝ) સ્‍થળ - બાલાજી ફરસાણ માર્ટ, રણછોડનગર સોસાયટી-૪, ગોકુળ કોમ્‍પ્‍લેક્ષ, ૨. સાબુદાણાની ખિચડી (પ્રિપેર્ડ-લુઝ) સ્‍થળ - ભેરુનાથ નમકીન સેન્‍ટર, પેડક રોડ, બાલક હનુમાન પાસે, ૩. ફરાળી સ્‍પ્રીંગ પાસ્‍તા (લુઝ) સ્‍થળ - શ્રી રામ કરિયાણા ભંડાર, ગોવિંદબાગ મેઇન રોડ, ૪. સ્‍પે. ફરાળી ચેવડો (લુઝ) સ્‍થળ - મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, સદગુરુ આશ્રમ સામે, કુવાડવા રોડ, ૫. ફરાળી લોટ (લુઝ) સ્‍થળ - રસિકભાઈ ચેવડાવાળા, લીમડા ચોક, પંચનાથ મંદિર સામે સહિત પાંચ ખાદ્યચીજોના નમૂના લેવામાં આવ્‍યા છે.

૧ વેપારીને નોટીસ

ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના રેલ્‍વે જંકશન સામે જંકશન મેઇન રોડ વિસ્‍તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૨ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. અશોક બકેરી,

કનૈયા ટી સ્‍ટોલ, ગુરુનાનક હોટલ, મુરલીધર હોટલ, ગાયત્રી મદ્રાસ કાફે, શ્રીરામ પરોઠા હાઉસ, મમતા રેસ્‍ટોરેન્‍ટ, ખોડલ છોરુ હોટલ, માંશક્‍તિ અન્નપૂર્ણા હોટલ, બજરંગ નાસ્‍તા હાઉસ, પટેલ પરોઠા હાઉસ, જય ગોપાલ રેસ્‍ટોરન્‍ટ, KGN રેસ્‍ટોરન્‍ટ, ચંદન રેસ્‍ટોરન્‍ટ સહિત ૧૪ ધંધાર્થીઓને લાઇસન્‍સ બાબતે સુચના આપવામાં આવી હતી.

(3:44 PM IST)