તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Tuesday, 5th August 2025
હંમેશા ‘ગંભીર' રહેતો કોચ ગૌતમ પણ ખુશીથી ઝૂમી ઉઠયો, ઓવલમાં ભારતની જીત બાદ ડ્રેસિંગ રૂમમાં સર્જાયા ભાવુક દ્રશ્યો

નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝ ખૂબ જ રોમાંચક રીતે સમાપ્ત થઈ હતી. ઓવલ ટેસ્ટના છેલ્લા દિવસે જે થયું તેની ખૂબ ઓછા લોકોએ આશા રાખી હશે. ફાસ્ટ બોલર સિરાજ જીતનો હીરો રહ્યો. હવે બીસીસીઆઈએ ડ્રેસિગ રૂમનું સેલિબ્રેશન શેર કર્યું છે. બીસીસીઆઈએ મેચની છેલ્લી ક્ષણોનો ડ્રેસિગ રૂમનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ડ્રેસિગ રૂમમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, પહેલા માહોલ કેટલો ટેન્શ હતો. સપોર્ટ સ્ટાફના લગભગ બધા સભ્યો ઉભા રહીને મેચ જોઈ રહ્યા હતા. જ્યારે મોહમ્મદ સિરાજે ગુસ એટકિન્સનને બોલ્ડ કર્યો ત્યારે બધા ખુશીથી ઝૂમી ઉઠ્યા. હંમેશા ‘ગંભીર' રહેતા કોચ ગૌતમ ગંભીર પણ ખુશીથી ઝૂમી ઉઠ્યો, તેને કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું. તે બોલિગ કોચ મોર્ને મોર્કેલના ખોળામાં ચઢી ગયો.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
