<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

રાજકોટ લોહાણા મહાજન દ્વારા અદ્યતન પાર્ટી પ્‍લોટનું નિર્માણ થશે

સમાજ માટે પાર્ટી પ્‍લોટની સવિશેષ જરૂરીયાત ધ્‍યાને રાખી સમયને અનુરૂપ દસ હજાર વાર જગ્‍યા મોરબી મેઇન રોડ ઉપર ખરીદવામાં આવીઃ સમગ્ર ટ્રસ્‍ટી મંડળ જ્ઞાતિસેવામાં ઓતપ્રોત : તમામ સુવિધાઓ સાથે જ્ઞાતિજનોને વ્‍યાજબી દરે પાર્ટી પ્‍લોટનું બુકીંગ આપવામાં આવશેઃ જાજરમાન પ્રસંગો થઇ શકશેઃ રાજુભાઇ પોબારૂ :પાર્ટી પ્‍લોટની સાથે વિશાળ કન્‍યા છાત્રાલય પણ નિર્માણ કરવાનું આયોજનઃ ડો. નિશાંતભાઇ ચોટાઇ

વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા વિશાળ-અદ્યતન પાર્ટી પ્‍લોટનું નિર્માણ થઇ રહયું છે ત્‍યારે અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ પાર્ટી પ્‍લોટના સ્‍થળની મુલાકાત લઇ રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના ટ્રસ્‍ટીઓ પાસેથી વિસ્‍તૃત માહિતી મેળવી હતી જે તસ્‍વીરમાં નજરે પડે છે. સ્‍થળ મુલાકાત અને નિરિક્ષણ દરમ્‍યાન શ્રી કિરીટભાઇ ગણાત્રાએ ખૂબ રાજીપો વ્‍યકત કર્યો હતો. રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્‍ટી મંડળ દ્વારા કૃતજ્ઞતારૂપે શ્રી કિરીટભાઇ ગણાત્રાનું શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યું હતું જે દ્રશ્‍યમાન થાય છે. લોહાણા મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, શ્રી કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્‍ખર, એડવોકેટ મનિષભાઇ ખખ્‍ખર, ધવલભાઇ ખખ્‍ખર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્‍ખર સહિતના ટ્રસ્‍ટીઓ સાથે રહયા હતા જે તસ્‍વીરમાં નજરે પડે છે.

 

રાજકોટ તા. ૪ :.. વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા જ્ઞાતિ ઉત્‍કર્ષ સમાજ ઉત્‍કર્ષના ભાગરૂપે સામાજીક, સેવાકીય, સાંસ્‍કૃતિક, ધાર્મિક, તબીબી, શૈક્ષણિક, કારકિર્દીલક્ષી કાર્યો સતત થતા રહે છે. સમયને અનુરૂપ સમાજ માટે પાર્ટી પ્‍લોટની સવિશેષ જરૂરીયાત ધ્‍યાનમાં રાખીને રાજકોટ લોહાણા મહાજન દ્વારા મોરબી મેઇન રોડ ટચ, કાગદડીના સર્વે નંબરમાં દસ હજાર વાર વિશાળ જગ્‍યા ખરીદવામાં આવી છે, જયાં તમામ સુવિધાઓ સાથે અદ્યતન પાર્ટી પ્‍લોટનું નિર્માણ કરવામાં આવશે.

અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ પાર્ટી પ્‍લોટના સ્‍થળની મુલાકાત લીધી હતી. અને રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિત ટ્રસ્‍ટીઓ પાસેથી વિસ્‍તૃત માહિતી મેળવી હતી. સાથે સાથે સ્‍થળની મુલાકાત અને નિરીક્ષણ દરમ્‍યાન ખૂબ રાજીપો વ્‍યકત કરી રાજકોટ લોહાણા મહાજનની સમગ્ર ટીમને આશીર્વાદ સાથે અભિનંદન પાઠવ્‍યા હતાં. રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્‍ટી મંડળ દ્વારા શ્રી કિરીટભાઇ ગણાત્રાનું શાલ ઓઢાડી સન્‍માન કરી કૃતજ્ઞતા વ્‍યકત કરવામાં આવી હતી.

પાર્ટી પ્‍લોટ સંદર્ભે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂએ જણાવ્‍યું હતું કે તમામ સુવિધાઓ સાથે જ્ઞાતિજનોને વ્‍યાજબી દરે પાર્ટી પ્‍લોટનું બુકીંગ આપવામાં આવશે. લગ્ન પ્રસંગ સહિતના પ્રસંગો જાજરમાન રીતે થઇ શકે તેવી અલ્‍ટ્રામોર્ડન ફેસેલિટીઝ ઉભી કરવામાં આવશે. દિકરીઓ અને તેના માતા-પિતાનું  વિશાળ પાર્ટી પ્‍લોટમાં લગ્ન કરવાનું સપનુ સાકાર થાય તે માટેના તમામ પ્રયત્‍નો રાજકોટ લોહાણા મહાજન દ્વારા કરવામાં આવશે તેવું પણ રાજુભાઇ પોબારૂએ જણાવ્‍યું હતું.

રાજકોટ લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇએ જણાવ્‍યું હતું કે પાર્ટી પ્‍લોટની સાથે - સાથે જ્ઞાતિની દિકરીઓ માટે વિશાળ કન્‍યા છાત્રાલય નિર્માણ કરવાનું પણ આયોજન થઇ રહ્યું હોવાનું અંતમાં ડો. નિશાંતભાઇ ચોટાઇએ જણાવ્‍યું હતું.

પાર્ટી પ્‍લોટના નિર્માણ કાર્ય સંદર્ભે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતી રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારિયા, ટ્રસ્‍ટીઓ શ્રી જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્‍યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, હિરેનભાઇ ખખ્‍ખર, શૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્‍ખર, ડો. જનકભાઇ ઠક્કર, મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્‍ડોચા, ધવલભાઇ ખખ્‍ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્‍પાબેન બરછા, શ્રીમતિ અલ્‍કાબેન પુજારા, શ્રીમતિ નિકિતાબેન નથવાણી, શ્રીમતિ ભાવિનીબેન ખખ્‍ખર, ડો. કૃપાબેન ઠક્કર, શ્રીમતિ સીમાબેન રાજદેવ સહિતની સમગ્ર ટીમ જ્ઞાતિ સેવામાં ઓતપ્રોત થઇ જહેમત ઉઠાવી રહી છે. 

(1:52 PM IST)