તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 5th August 2025
રાજકોટ શહેર-જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ સંદર્ભે તિરંગા દિવસ સ્પર્ધા-રંગોળી-પત્રલેખન સ્પર્ધાનું આયોજન
તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ શહેર-જીલ્લાના દરેક ઘર-દૂકાનો-ઉદ્યોગો સહિત તમામ સ્થળે રાષ્ટ્રધ્વજ લહેરાવશે : ૯ થી ૧૯ ઓગષ્ટ દરેક ગામડામાં સફાઈ ઝુંબેશ - તિરંગાયાત્રા - રેલીઓ

રાજકોટ, તા૫: રાજ્યભરમાં આગામી ૧૫ ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ પૂર્વે ‘હર ઘર તિરંગા' અભિયાન યોજાશે. જે અંતર્ગત ગળહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જે અન્વયે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી ડૉ. ઓમપ્રકાશના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ‘હર ઘર તિરંગા' અભિયાન સંદર્ભે બેઠક યોજાઇ હતી.
આ વર્ષે ‘હર ઘર તિરંગા' કાર્યક્રમની થીમ ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ' છે. જે અન્વયે તા.૮ ઓગસ્ટ સુધી પ્રથમ તબક્કામાં દરેક શાળાઓમાં તિરંગા ક્વિઝ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, પત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. તા.૯ થી ૧૨ ઓગસ્ટ દરમિયાન બીજા તબક્કામાં ગ્રામ પંચાયતો દ્વારા સફાઈ ઝુંબેશ, તિરંગા યાત્રા અને રેલીઓ યોજાશે.
ત્યારબાદ ત્રીજા તબક્કામાં ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમિયાન તમામ સ્થળો ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી સહિતના આયોજન કરાશે. નાગરિકો મોટી સંખ્યામાં આ અભિયાનમાં સહભાગી થાય, તમામ ઘર, દુકાનો, ઉદ્યોગો, વેપારી ગળહો, સરકારી અને ખાનગી કચેરીઓ સહિત તમામ સ્થળે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે અને લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવના વધુ બળવત્તર થાય તે આ અભિયાનનો મુખ્ય હેતુ છે.
આ વિડિઓ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, અધિક નિવાસી કલેક્ટર એ.કે.ગૌતમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે.વસ્તાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
(11:43 AM IST)










