<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

‘છોટી કાશી'માં ગઈ કાલે રાત્રે દશામાના વ્રતની પૂર્ણાહુતિ થતાં અનેક મૂર્તિઓનો તળાવની પાળે વિસર્જન

સોલીડ વેસ્‍ટ શાખા દ્વારા ચાર ટ્રેક્‍ટરમાં ૧૮૦૦ મૂર્તિઓને એકત્ર કરીને બેડી વિસ્‍તારમાં વિસર્જિત કરાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૫: છોટીકાશી ના ઉપ નામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં અનેક ધર્મોત્‍સવ ઉજવાતા રહે છે, જે પૈકી દશામાના વ્રતની પણ અનેક પરિવારો દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જામનગર શહેરના અનેક બહેનોએ ગઈકાલે રાતે દશામા ના વૃતની પૂર્ણાહુતિ કરી હતી. પાછલા તળાવ ની પાળે મહાનગરપાલિકા દ્વારા વિશેષ પૂજા માટેની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી, અને ત્‍યાં સોલીડ વેસ્‍ટ વિભાગ ની ટુકડી પણ તૈયાર રહી હતી.

કમિશનર ડી.એન.મોદીના સીધા માર્ગદર્શન હેઠળ સોલિડ વેસ્‍ટ શાખાના કંટ્રોલિગ અધિકારી મુકેશ વરણવાની રાહબરીમાં  રાજભા જાડેજા અને તેઓની સમગ્ર ટીમ ગઈકાલે રાત્રે ૧૨.૦૦ વાગ્‍યાથી આજે વહેલી સવારે ૯.૦૦ વાગ્‍યા સુધી ખડે પગે રહી હતી, અને ચાર ટ્રેક્‍ટરો સાથે ૨૦ જેટલા કર્મચારીઓ જોડાયા હતા.

 અંદાજે નાની મોટી ૧૮૦૦ જેટલી દશામાં ની મૂર્તિઓ વિસર્જિત કરવા માટે આવી હતી, તે તમામ મૂર્તિઓને અલગ અલગ ચાર ટ્રેક્‍ટરમાં ભરીને તેની સાથે સાથે ચુંદડી,  શ્રીફળ થતાં અન્‍ય પૂજાની સામગ્રી વગેરે તમામ એકત્ર કરી લેવામાં આવી હતી, અને સૌ પ્રથમ  તળાવ ની પાળ ના વિસ્‍તારને વહેલી સવારે સંપૂર્ણપણે સાફ સુથરો બનાવી દેવાયો હતો. ત્‍યારબાદ ચારેય ટ્રેક્‍ટર ને જામનગરના બેડીબંદર રોડ પર લઈ જવામાં આવ્‍યા હતા, જ્‍યાં એક દરિયાઈ ખાડી માં વિશેષ ખાડો બનાવ્‍યો બનાવ્‍યો હતો, જેમાં તમામ મૂર્તિઓ અને પૂજાપા ની સામગ્રી વગેરેને મૂકીને વિસર્જિત કરી દેવામાં આવી હતી.

(12:05 PM IST)