<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને રક્ષાબંધન પર્વ જેલમાં ઉજવવુ પડે તેવી સ્થિતિ

ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસવાની જામીન અરજી પર કોઈ સુનાવણી થવા પામી નથી

અમદાવાદ : આમ આદમી પાર્ટીના  ધારાસભ્ય ચૈતર વસાવાને રક્ષાબંધન પર્વ જેલમાં ઉજવવુ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસવાની જામીન અરજી પર કોઈ  સુનાવણી થવા પામી નથી. આ સંજોગોમાં રક્ષાબંધન પર્વ દરમિયાન જેલમાં રહેવુ પડે તેવી સ્થિતિ છે. હવે, ચૈતર વસાવાની જામીન અરજી પર આગામી, 13 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

(6:48 PM IST)