તા. ૨૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૫ શુક્રવાર
શું વીજળી વધુ મોંઘી થશે? સરકાર દ્વારા વીજળી નીતિનો ડ્રાફટ જારી : સરકારે ભવિષ્ય માટે વીજળી ક્ષેત્રને તૈયાર કરવાનો હેતુ જાહેર પરામર્શ માટે રાષ્ટ્રીય વીજળી નીતિ (NEP) ૨૦૨૬નો ડ્રાફટ બહાર પાડ્યો છે. સરકારે આ ડ્રાફટ પર તમામ હિસ્સેદારો પાસેથી સૂચનો માંગ્યા છે : આ ડ્રાફટનો હેતુ દેશને આર્થિક રીતે મજબૂત, પર્યાવરણને અનુકૂળ અને વિશ્વસનીય વીજળી વ્યવસ્થા પૂરી પાડવાનો છે. જોકે, સામાન્ય માણસની વાત કરીએ તો, તેમના માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ભવિષ્યમાં વીજળી વધુ મોંઘી થશે12:07 PM IST
ભારત સરકાર દ્વારા છેલ્લા ૧૪ મહિનાથી સમન્સ બજાવવાની પ્રક્રિયા અટકાવી રાખવામાં આવી હોય અમેરિકાની માર્કેટ રેગ્યુલેટર 'સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન' (એસઈસી)એ અદાણીને ઈમેલથી સમન્સ પાઠવવા ન્યુયોર્કની ફેડરલ કોર્ટ પાસે મંજૂરી માંગી : એસઈસી નો આરોપ છે કે અદાણી જૂથે આ પ્રોજેક્ટ્સ માટે અમેરિકન રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કર્યું હતું અને તે સમયે પોતાની કંપનીની ભ્રષ્ટાચાર વિરોધી નીતિઓ વિશે ખોટી માહિતી આપી હતી11:30 PM IST
હોશિયારપુરમાંથી વિસ્ફોટક આરડીએક્સ સાથે બબ્બર ખાલસાના ચાર આતંકીઓ ઝડપાયા : પંજાબ પોલીસ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓએ એક મોટું ષડયંત્ર નિષ્ફળ બનાવી બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે જોડાયેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરી:આ આતંકીઓ પાસેથી અઢી કિલો જેટલું અત્યંત ઘાતક વિસ્ફોટક સામગ્રી મળી આવતા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ 12:47 AM IST
રશિયા-યુક્રેન યુદ્ધમાં નવો વળાંક: યુક્રેન દ્વારા રશિયાની ધરતી પર મોસ્કો નજીક રશિયાના અત્યંત મહત્વપૂર્ણ અને સુરક્ષિત ગણાતા ઓઇલ ડેપો ઉપર ડ્રોનનો મોટો હુમલો: પેન્ઝા ઓઈલ ડેપો ભડકે બળે છે: રશિયાના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ હાઈ એલર્ટ જાહેર : પશ્ચિમ રશિયાના પેન્ઝા ઓબ્લાસ્ટમાં 'પેન્ઝાનેફ્ટેપ્રોડક્ટ' ઓઈલ ડેપો પર સટીક હુમલો: ઓઈલ ડેપોમાં પ્રચંડ વિસ્ફોટો સાથે જોતજોતામાં અનેક ઓઈલ ટેન્કો આગની લપેટમાં ભસ્મીભૂત11:03 PM IST
ઈરાનમાં સરકાર વિરોધી દેખાવો વચ્ચે ક્રૂર દમન: ૩૫૦ કલાક - બે સપ્તાહથી ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણ ઠપ્પ: રસ્તાઓ પર મહિલાઓ સુરક્ષિત નથી: તો બીજી તરફ ટ્રમ્પની અણધારી રણનીતિથી ઈઝરાયેલ ચિંતિત : ટ્રમ્પ ઈરાન પર પ્રારંભિક હવાઈ હુમલાઓ તો કરી શકે છે, પરંતુ લાંબા ગાળાના સંઘર્ષમાં રસ ન હોવાને કારણે અધવચ્ચેથી પીછેહઠ કરી લેશે તેવો ઈઝરાયેલને ડર: જો અમેરિકા હુમલો કરીને રસ ગુમાવી દેશે, તો યુદ્ધના ભયાનક પરિણામોનો સામનો કરવા માટે ઈઝરાયેલ એકલું પડી જશે11:02 PM IST
"જાપાનના અર્થતંત્ર પર મોટું સંકટ: ૧૦ ટ્રિલિયન ડોલરનું દેવું અને બોન્ડ માર્કેટમાં ભડકો થતાં વૈશ્વિક બજારોમાં કડાકાની ભીતિ : જાપાનની સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજદરમાં કરવામાં આવેલા ફેરફારો અને બોન્ડ માર્કેટમાં સર્જાયેલી અસ્થિરતાને કારણે આગામી ૪૮ કલાકમાં શેરબજારોમાં મોટા કડાકા બોલે તેવી શક્યતા10:38 PM IST
IIT કેમ્પસમાં આત્મહત્યાનો ખૌફ: ઉજ્જવળ ભવિષ્યની રેસમાં કેમ હારી રહ્યા છે દેશના તેજસ્વી તારલા? : IIT કાનપુરમાં આત્મહત્યાના આંકડાએ મચાવ્યો ખળભળાટ: છેલ્લા બે વર્ષમાં ૨૩ સંસ્થાઓના ૬૫ વિદ્યાર્થીઓએ ટૂંકાવ્યું જીવન : ૧૫-૨૯ વર્ષના યુવાનોમાં વધતું જતું જીવલેણ માનસિક દબાણ રોકવા કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ એક્શન મોડમાં9:14 PM IST
વૈશ્વિક તણાવ: ઈરાને 'ટ્રિગર પર આંગળી' હોવાનું નિવેદન આપ્યા બાદ, ટ્રમ્પે વળતો પ્રહાર કરતા કહ્યું છે કે અમેરિકાનો વિશાળ નૌકાકાફલો (નેવલ ફ્લીટ) ઈરાન તરફ આગળ વધી રહ્યો છે: આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક રાજકીય તણાવ ચરમસીમાએ : અમેરિકન ડોલર સામે રૂપિયામાં થયેલા ઘટાડાને કારણે ભારતે દક્ષિણ અમેરિકાથી આવતા સોયા ઓઈલના કાર્ગો રદ કર્યા હોવાના પણ અહેવાલ છે, જેની અસર ખાદ્યતેલના ભાવ પર પડી શકે છે.8:34 PM IST
મુંબઈ કસ્ટમ્સ ઝોન-3 ની ટીમે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર જપ્ત કરાયેલ અંદાજે ₹241.47 કરોડની કિંમતનું ડ્રગ્સ તલોજા સ્થિત ઇન્સિનરેશન પ્લાન્ટમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી નષ્ટ કર્યું : છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત 'ગોલ્ડન ક્રેસન્ટ' અને 'ગોલ્ડન ટ્રાયંગલ' જેવા ડ્રગ રૂટ્સના નિશાના પર રહ્યું છે એરપોર્ટ પર વધી રહેલી આ તકેદારી અને ત્વરિત નિકાલની પ્રક્રિયા એ સુનિશ્ચિત કરે છે કે જપ્ત કરાયેલો માલ ફરીથી બજારમાં લીક ન થાય4:47 PM IST
કાનપુરમાં ગીચ વસ્તીવાળા ધનકુટ્ટી વિસ્તારમાં આવેલા એક ઘરમાં પોલીસની રેડ : આશરે ₹2 કરોડ રોકડા અને બે કરોડ રૂપિયાની આશરે 61 કિલોગ્રામ ચાંદી મળી આવતા તપાસનો ધમધમાટ : ૪ ની ધરપકડ : આ ગેંગ દેશની અંદર અને વિદેશમાં ગેરકાયદેસર મની લોન્ડરિંગ કરતી હતી નેપાળી ચલણ જપ્ત કરવાથી સંકેત મળે છે કે આ નેટવર્ક નેપાળ સુધી વિસ્તરી શકે છે : જુદી જુદી દિશામાં તપાસ4:44 PM IST
હાથ ટેબલના ખૂણા સાથે અથડાયો જેના કારણે ડાબા હાથ પર ઘેરા વાદળી રંગના નિશાન પડ્યું છે, તેના પર મલમ લગાવ્યો છે અને ડૉક્ટરોના મતે ચિંતા જેવું કંઈ નથી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાની તબિયતને લઈને ચર્ચામાં : હૃદયના સ્વાસ્થ્ય માટે દરરોજ 325 મિલિગ્રામ એસ્પિરિન લઉં છુ જો તમે હૃદયને સ્વસ્થ રાખવા માંગતા હો તો એસ્પિરિન લો, પરંતુ તેની સાથે વાદળી નિશાન સહન કરવા માટે પણ તૈયાર રહો : ટ્રમ્પે આ નિશાન પાછળનું વૈજ્ઞાનિક કારણ જણાવ્યુ4:35 PM IST
2026માં સની દેઓલની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ 'બોર્ડર 2'ને UAE, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, ઓમાન અને બહેરીન આ 6 દેશોમાં પ્રતિબંધિત કરવામાં આવી : ‘ધુરંધર’ પછી પ્રતિબંધિત થનારી આ બીજી મોટી બોલિવૂડ ફિલ્મ : અનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી 'બોર્ડર 2' ની વાર્તાની પૃષ્ઠભૂમિ 1971માં થયેલ ભારત-પાકિસ્તાન યુદ્ધ છે : રિલીઝ પર રોક લગાવનારા દેશોને આ ફિલ્મ 'એન્ટી-પાકિસ્તાન' (પાકિસ્તાન વિરોધી) લાગે છે તેથી તેઓ તેને ત્યાં રિલીઝ થવા દેશે નહીં4:28 PM IST
ટ્રમ્પનું શું સમજવું ગાંડપણ કે શાણપણ...?? હવે ‘ડિયેગો ગાર્સિયા'ટાપુ ઉપર નજર બગાડી : બ્રિટન અને મોરેશિયસ વચ્ચેના ડિયેગો ગાર્સિયા કરાર ઉપર કર્યો હુમલોઃ કયાં આવેલ છે આ ડિયેગો ગાર્સિયા ટાપુ... શુ વિવાદ છે આ ટાપુનો?.. : મોરેશિયસ કહે છે કે ટાપુ અમારોઃ બ્રિટન કહે છે કે સુરક્ષા જરૂરીઃ અમેરિકા કહે છે બેઝ અતિ મહત્વનું : યુઍન કહે છે કે મોરિશિયસ સાચુઃ સ્થાનિક લોકો કહે છે કે અમને ન્યાયઃ સમગ્ર વિવાદમાં ભારતનો રોલ શું છે...? ભારત પહેલેથી મોરેશિયસના સાર્વભૌમ અધિકારોની તરફેણમાં રહ્નાં છેઃ અમેરિકાથી આશરે ૧પ૦૦૦ થી ૧૬૦૦૦ કિ. મી. દૂર છે ‘ડિયેગો ગાર્સિયા’ અને ભારતથી આશરે ૩પ૦૦ થી ૩૮૦૦ કિ. મી. દૂર.2:26 PM IST
બુલીયન માર્કેટમાં ફરી ભડકોઃ ચાંદીમાં ૨૧,૦૦૦ અને સોનામાં પ૦૦૦ રૂા.નો ઉછાળો : ચાંદીના ભાવ વધીને ૩,૩૧,૦૦૦ અને સોનાના (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૬૧,૦૦૦ રૂ. થયા બાદ બપોરે ફરી ભાવ ઘટયા : અમેરીકા અને ઇરાનના યુધ્ધના ભણકારા વચ્ચે ભાવો સળગ્યા : બપોરે ર વાગ્યે સોનાના ભાવ ર૦૦૦ રૂ. ઘટીને ૧,પ૯,૦૦૦ અને ચાંદીના ભાવ ૬૦૦૦ રૂ. ઘટીને ૩,રપ,૦૦૦ રૂ. થયા : ભાવમાં ભારે અફડાતફડી2:41 PM IST
પ્રયાગરાજમાં આજે વસંત પંચમીના પાવન અવસરે માઘ માસના ચોથા મહાસ્નાન માટે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો : ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા ભારે ધુમ્મસ અને કડકડતી ઠંડી વચ્ચે પણ ભક્તોમાં ઉત્સાહ:પ્રશાસન દ્વારા સાડા ત્રણ કિલોમીટર લાંબા સ્નાન ઘાટને ખાસ રીતે તૈયાર:એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચે તેવી શક્યતા 11:52 AM IST
ટ્રેન અને ટ્રક વચ્ચે ટક્કર10:07 AM IST
તૈયાર રહેજો! વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં પૂછવામાં આવશે ૩૩ પ્રશ્નો : સરકારે જાહેર કરી પ્રશ્નાવલી..પરિવારના વડાનું નામ...પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત..રસોઈ બનાવવા માટે વપરાતું મુખ્ય બળતણ..પરિવાર દ્વારા વપરાશમાં લેવાતું મુખ્ય અનાજ : ભારતની વસ્તી ગણતરી ૨૦૨૭ના પ્રથમ તબક્કા હેઠળ મકાનની યાદી અને મકાનોની ગણતરી માટેની પ્રશ્નાવલીનું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે10:09 AM IST
જાહેર સભાઓમાં ભીડ પર લગામ કોણ કસશે? સુપ્રીમ કોર્ટે ભાગદોડ રોકવા માટેની ગાઈડલાઈન્સ જાહેર કરવાનો કર્યો ઇનકાર! : “ન્યાયિક હસ્તક્ષેપનો અવકાશ મર્યાદિત”— ચીફ જસ્ટિસની બેન્ચે અરજદારને ગૃહ મંત્રાલય અને ચૂંટણી પંચ પાસે જવા નિર્દેશ આપ્યો, મેદાનની ક્ષમતા અને કાયદો-વ્યવસ્થા અંગે કોર્ટે ઉઠાવ્યા વેધક સવાલ9:03 PM IST
ડ્રેગનની સોના પર ‘ડિજિટલ’ નજર: ચીને ગોલ્ડ માર્કેટમાં લીધું અત્યાર સુધીનું સૌથી કડક પગલું, શું હવે સોનાના ભાવ $5,000 ને વટાવશે? : વૈશ્વિક બજારમાં સોનું $4,600 ના ઐતિહાસિક સ્તરે પહોંચતા PBOC એક્શનમાં— દરેક ટ્રાન્ઝેક્શન પર ૨૪/૭ રિયલ-ટાઇમ મોનિટરિંગ શરૂ, સટ્ટાખોરો પર લગામ કસવા ચીને આખી દુનિયાને ચોંકાવી દીધી!9:16 PM IST
યુપીના રાજકારણમાં ‘શંકરાચાર્ય’ વિવાદની એન્ટ્રી: અખિલેશ યાદવના સીએમ યોગી પર આકરા પ્રહાર, કહ્યું- “શું કોઈ સંતની સરકારમાં સંતો પર લાઠીચાર્જ શોભે?” : પ્રયાગરાજમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સાથેના ગેરવર્તન બદલ સપા સુપ્રીમો લાલઘૂમ: સનાતનીઓનું અપમાન સહન નહીં કરાય”, વહીવટીતંત્રને કોણે આદેશ આપ્યા તેવો વેધક સવાલ ઉઠાવ્યો9:17 PM IST
દુનિયામાં યુદ્ધો રોકવા ટ્રમ્પનો માસ્ટરપ્લાન: દાવોસમાં ‘શાંતિ બોર્ડ’ની જાહેરાત સાથે ટ્રમ્પનો હુંકાર- “મેં પરમાણુ સંપન્ન ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવ્યું!” : ગાઝાના પુનઃનિર્માણ માટે ‘પીસ બોર્ડ’ ચાર્ટર પર થયા હસ્તાક્ષર— પ્રમુખ ટ્રમ્પે ૮ મોટા સંઘર્ષોનો અંત લાવ્યાનો કર્યો દાવો, પાકિસ્તાન સહિત અનેક દેશો જોડાયા પણ ભારત અને ચીને અત્યારે જાળવ્યું અંતર9:20 PM IST
ચંદ્ર પર ખુલશે દુનિયાની પહેલી લક્ઝરી હોટેલ: પૃથ્વીના નજારા સાથે ‘મૂન વેકેશન’ માણવા માટે બુકિંગ શરૂ, જાણો કેટલા કરોડમાં પડશે એક રાતનો સ્ટે! : અમેરિકન સ્ટાર્ટઅપ GRU સ્પેસનો સાહસિક પ્રોજેક્ટ— ૨૦૩૨ સુધીમાં મહેમાનોનું થશે સ્વાગત, ચંદ્રની માટીમાંથી બનશે ઈંટો અને પૃથ્વી પરથી જશે ફુલાવી શકાય તેવા લિવિંગ મોડ્યુલ્સ, ૯ કરોડમાં થશે રજિસ્ટ્રેશન9:19 PM IST
ગ્લોબલ સાઉથની જુગલબંધી: પીએમ મોદી અને રાષ્ટ્રપતિ લુલા વચ્ચે ‘ટ્રમ્પ ટેરિફ’ સામે અભેદ કિલ્લો બનાવવાની તૈયારી! : વૈશ્વિક અર્થતંત્રમાં મોટા ફેરફારના સંકેત: ડોનાલ્ડ ટ્રમ્પની કડક વ્યાપાર નીતિઓ વચ્ચે ભારત અને બ્રાઝિલ વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બની: ફેબ્રુઆરીમાં લુલાની ભારત મુલાકાત દરમિયાન થઈ શકે છે ઐતિહાસિક આર્થિક સમજૂતી10:16 PM IST
કુદરતનો 'ટ્રિપલ એટેક': આગામી 48 કલાક 7 રાજ્યો માટે ભારે : બરફવર્ષા અને કરા સાથે શિયાળો ફરી દેખાડશે અસલી મિજાજ! : સાવધાન! વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહાડોથી મેદાનો સુધી હાડ થીજવતી ઠંડીનું પુનરાગમન : પ્રજાસત્તાક પર્વની ઉજવણી પર વરસાદી વિઘ્નના એંધાણ વચ્ચે હવામાન વિભાગે જારી કર્યું ખતરનાક 'રેડ એલર્ટ'10:17 PM IST
શું હવે ફાંસીના ફંદાનો અંત આવશે? સુપ્રીમ કોર્ટમાં મૃત્યુદંડની 'પીડારહિત' પદ્ધતિ પર છેડાઈ મોટી ચર્ચા: કેન્દ્ર પાસે માંગ્યો જવાબ! : માનવીય ગરિમા વિરુદ્ધ ફાંસીની સજા: વર્ષો જૂની 'ગળાફાંસો' આપવાની પરંપરાને કોર્ટમાં પડકારાયા બાદ લિથલ ઈન્જેક્શન અને ઇલેક્ટ્રિક ખુરશી જેવા વિકલ્પો પર વિચારણા: જસ્ટિસ વિક્રમ નાથની બેન્ચે 21 દિવસમાં માંગી અંતિમ દલીલો10:46 PM IST

મનમોહક.....

શ્રદ્ધાંજલિ.....

વિરોધ પ્રદર્શન......

મોજા હી મોજા
અકિલા સોશ્યિલ મીડિયાWEF ૨૦૨૬ સંપન્ન: વૈશ્વિક રોકાણકારોના વિશ્વાસના પ્રતીક તરીકે ગુજરાત અગ્રેસર : દાવોસમાં ગુજરાતનો ડંકો: વિશ્વાસ, વિકાસ અને વૈશ્વિક ભાગીદારીનું નવું સરનામું : દાવોસથી દુનિયા સુધી ગુંજ્યો ગુજરાતનો અવાજ: રોકાણ માટે ગુજરાત મજબૂત દાવેદાર :નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ૫૮થી વધુ ઉચ્ચ સ્તરીય બેઠકો દ્વારા વૈશ્વિક રોકાણકારો સાથે ગુજરાતના અતૂટ વિશ્વાસનું જોડાણ: ભારતને આર્થિક મહાસત્તા બનાવવાના મિશનમાં ગુજરાત હવે એક મજબૂત સારથિ બનીને સમગ્ર વિશ્વને આવકારવા સજ્જ8:44 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અડાલજમાં યોજાયેલા વિશાળ સમૈયા મહોત્સવ ખાતે શિક્ષાપત્રીના ૨૦૦ વર્ષ પૂર્ણ થયાનાં અવસરે ઉપસ્થિત રહ્યા : શિક્ષાપત્રીના દર્શન કરી ધન્યતા અનુભવી : આંતરિક શિસ્ત, ઈનર પીસ અને નૈતિક આધાર વિના વિકાસ ટકી શકતો નથી-મુખ્યમંત્રી: આધ્યાત્મિક ગ્રંથો, પુરાણ, કથાઓ અને સંતવર્યોના વચનામૃત, ધર્મ પરંપરા એ તો આપણી ભવ્ય વિરાસતો છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ8:42 PM IST
રાજ્યમાં ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશનના ફંડમાં ગેરરીતિનો કોંગ્રેસનો આક્ષેપ : કોંગ્રેસની ૩૨ જિલ્લાઓમાં સીટ દ્વારા તપાસની માંગ સાથે વિધાનસભામાં ઓડિટેડ હિસાબો મૂકવા માંગ : કેગના અહેવાલને ટાંકી પ્રવકતા ડો. પાર્થિવરાજસિંહ કઠવાડીયાના આક્ષેપ સાથે સરકારને સવાલો ડિસ્ટ્રિકટ મિનરલ ફાઉન્ડેશનનો ૭૫૬.૬૨ કરોડ હિસાબ ધારાસભ્યોથી કેમ છુપાવવામાં આવી રહ્યો છે : દેવભૂમિ દ્વારકામાં કરોડો રૂપિયાના પ્રોજેકટ ટેન્ડર વગર પધરાવી દેવામાં આવ્યા, કોની ભલામણથી ?1:35 PM IST
અમરેલીમાં સાયબર ફ્રોડ કેસમાં ઐતિહાસિક ચુકાદો: ‘સરપ્રાઈઝ ગિફ્ટ’ના બહાને છેતરપિંડી આચરનાર નાઇજીરીયન મહિલાને ૭ વર્ષની કેદ : આ ચુકાદો સાયબર ગુનેગારો માટે એક કડક ચેતવણી સમાન છે, ગમે તેટલો શાણો ગુનેગાર હોય તે પોલીસની નજરથી બચી શકશે નહીં: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી: મજબૂત ઇન્વેસ્ટિગેશન અને અસરકારક કાયદાકીય રજૂઆતને કારણે આ ઐતિહાસિક સજા શક્ય બની છે: કાયદા રાજ્ય મંત્રી કૌશિક વેકરિયા8:38 PM IST
ભારતની સૌથી મોટી STEM ક્વિઝ: રાષ્ટ્રીય STEM ક્વિઝ 4.0 માં ભાગ લેવા માટે છેલ્લા ત્રણ દિવસ બાકી: વિદ્યાર્થીઓ ₹1.5 લાખની STEM મેરિટ શિષ્યવૃત્તિ અને આકર્ષક ઇનામો માટે સ્પર્ધા કરશે : જુનિયર અને સિનિયર બંને કેટેગરીમાં દરેક તાલુકામાંથી ટોચના બે વિદ્યાર્થીઓ ઝોનલ રાઉન્ડ માટે ક્વોલિફાય થશે: 29 થી 31 જાન્યુઆરી દરમિયાન પાટણ, ભુજ, ભાવનગર, રાજકોટ, ગાંધીનગર અને સુરત ખાતે છ અલગ અલગ ઝોનમાં યોજાશે 8:50 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય: ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની વિવિધ આવાસ યોજનાઓમાં દંડનીય વ્યાજ માફી : 6 મહિનાની સમય મર્યાદામાં આવાસના હપ્તાની મૂદ્દલ સંપૂર્ણ ભરપાઈ કરે તેમની દંડનીય વ્યાજની રકમ માફ કરાશે: 9 હજારથી વધુ ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને કુલ રૂા.154 કરોડની દંડનીય વ્યાજ રાહત મળશે: મૂદ્દલ સંપૂર્ણ ભરી દેનારા લાભાર્થીઓને માલિકી હક્ક મળતા પોતે મકાન માલિક બનશે.8:25 PM IST
રાજ્યના ગામડાઓ ઈકોનોમી હબ બનશે ત્યારે જ વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારત ૨૦૪૭નું વિઝન સાકાર થશે: ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા : ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં વિવિધ યોજનાઓની વ્યાપક સમીક્ષા અંગે બેઠક યોજાઇ: પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ, સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અને મહાત્મા ગાંધી નરેગા અંતર્ગત કરવામાં આવતી વિવિધ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરાઇ8:17 PM IST
સત્યમ્ પાર્કમાં આર્થિક ભીંસથી કંટાળીને સોની દંપતિ, પુત્રનો સામુહિક આત્મહત્યાનો પ્રયાસ : અગરબત્તીનો ધંધો ચાલતો ન હોઇ ફલેટની લોનના પાંચેક હપ્તા ચડી જતાં સતત ચિંતામાં હતાં : ૮૦ ફુટ રોડ પરનો બનાવઃ ૩૦ વર્ષનો પુત્ર માર્ગીન, ૫૫ વર્ષિય પિતા નિલેષભાઇ સ્વદાસ અને ૫૦ વર્ષિય માતા ચંદ્રિકાબેન ઝેરી ટીકડીઓ પી જતાં સારવાર હેઠળ : ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરનારા નિલેષભાઇ, ચંદ્રિકાબેન અને પુત્ર માર્ગીન2:38 PM IST
સાયબર ફ્રોડ માટે દિવ્યેશે ભાડે આપેલા ખાતામાં ૧૪ લાખના ટ્રાન્જેક્શનઃ કમિશન મળ્યું પાંચ હજાર : આંધ્રપ્રદેશ, કર્ણાટક, દિલ્હીમાં થયેલી ઠગાઇના નાણા જમા થયા હતાં : ઠક્કરબાપા હરિજનવાસના દિવ્યેશ જાદવની પુછતાછમાં મિત્ર ભગવતીપરાના તરૂણ ઘાવરીના કહેવાથી ખાતુ આપ્યાનું અને નાણા ઉપાડી પણ તરૂણને આપી દીધાનું ખુલ્યું: પ્ર.નગર પોલીસ દ્વારા શોધખોળ3:37 PM IST
સંગઠન કુશળતા અને સમાજ સેવાનો સમન્વય : રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી મનીષ ચાંગેલાનો રવિવારે ૫૭મા વર્ષમાં મંગલ પ્રવેશ : સાડા ત્રણ દાયકાથી ભાજપ અને પાટીદાર સમાજ વચ્ચે અતૂટ કડી સમાન મનીષભાઈ ૨૫મી જાન્યુઆરીએ જન્મદિવસ ઉજવશે : સંગઠનની પાયાની કામગીરીથી લઈ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સુધીના સેવાકાર્યોમાં નોંધપાત્ર પ્રદાન8:00 PM IST
નાસાના પ્રવાસે રમેશ ઘરસંડિયા4:38 PM IST
રાજકોટમાં ધોળકિયા સ્કૂલ્સ દ્વારા વિશ્વના સૌથી મોટા ‘બિઝનેસ ફેર - ૨૦૨૬'નો શાનદાર પ્રારંભ : વિદ્યાર્થીઓના વ્યાવસાયિક સપનાઓને મળી પાંખ : ૧૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ૩૫૦ સ્ટોલ્સનું સંચાલન : ૧.૨૫ કરોડના રોકાણ સાથે સ્કૂલ દ્વારા આયોજિત બિઝનેસ ફેરમાં સર્જાશે નવો વર્લ્ડ રેકોર્ડ : અમૂલના વાઈસ ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાના વરદ હસ્તે મંગલ પ્રારંભ2:25 PM IST
હવે સ્ટ્રીટ વેન્ડર્સ પાસે પણ ક્રેડીટ કાર્ડ હશે : નરેન્દ્રભાઇ મોદી : MoHUA દ્વારા નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને તીરુવનંતપુરમ, કેરળ ખાતે PMSVAnidhi યોજનાના કાર્યક્રમનું મનપા દ્વારા જીવંત પ્રસારણ : બહોળી સંખ્યામાં લાભાર્થીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાઃ મેયર, ધારાસભ્ય, પદાધીકારીઓ હસ્તે PMSvanidhi યોજનાના લાભાર્થીઓને ટોકન સ્વરૂપે સહાય વિતરણ 3:40 PM IST
સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનદાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી :હનુમાનદાદાના ચરણોમાં ધજા અર્પણ કરીને પૂજન-અર્ચનનો લાભ લીધો : મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ પરિમલભાઈનું ફૂલહાર પહેરાવી ભાવભર્યું સ્વાગત કર્યું : સન્માનના પ્રતીક રૂપે 'કિંગ ઓફ સાળંગપુર'ની સ્મૃતિ ચિહ્ન ભેટ આપીને આશીર્વાદ પાઠવ્યા8:19 PM IST
સાવરકુંડલા નાગરિક સહકારી બેંક સાથે બનાવટી ચેક આધારે રૂા. ૩૦,૦૦૦ની છેતરપિંડી કરી ૨૭ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી : આરોપી ૭૮ વર્ષના વાંકાનેરના નિવૃત્ત મેનેજર કિશોર મહેતા પાલીતાણા રહેવા ચાલ્યા ગયેલ : બીજા આરોપી તેમના પત્નિ બે વર્ષ પહેલા મૃત્યુ પામેલ છે : પોલીસે મહેનત કરી ભેદ ઉકેલ્યો12:06 PM IST
રાણા કંડોરણામાં મેર સમાજના સમુહ લગ્ન સંપન્નઃ ૪૩ નવદંપતીઓ પવિત્ર બંધનથી જોડાયા : વીરબાઇ માતાજીના સમાધિ સ્થળે ઋષિકુમારોના મુખેથી વેદ મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિઃ ઇન્ટરનેશનલ મેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા દીકરીઓને કરિયાવર અપાયો : એક માંડવે સમુહ લગ્ન યોજીને લગ્ન પાછળ થઇ રહેલા દેખાડા અને ખોટા ખર્ચા ઘટાડવાનું પ્રેરક ઉદાહરણ1:04 PM IST
કચ્છના રણોત્સવમાં તેજી: સખી ક્રાફ્ટ બજારમાં ૫ કરોડનું વેચાણ: પણ એક મહિલા પ્રવાસી દ્વારા વપરાયેલું ડાયપર ફેંકવામાં આવ્યું હોવાનો દાવો કરતો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વાયરલ થતા ભારે રોષ : એક ટ્રાવેલ બ્લોગરે આ દ્રશ્ય કેદ કર્યું હતું. આ વિડીયો વાયરલ થતા નેટીઝન્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે9:38 PM IST
ગોંડલમાં ગુમ થયેલી બે સગીરાને પોલીસે પરબવાવથી છોડાવી: બે આરોપીઓની ધરપકડ i : શાળાએથી ગુમ થયેલી ધોરણ-9 ની બે સખીને ગોંડલ શહેર A-ડિવિઝન પોલીસે ભેસાણના પરબવાવથી શોધી કાઢી: મોબાઈલ ફોનનો ઉપયોગ ના કરાતો હોવા છતાં, PI એલ.આર.ગોહિલ અને તેમની ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો6:51 PM IST
જામજોધપુર વિરદાદા જશરાજ શાહીદ નિમિતે આરતી, સમુહ ભોજન 11:43 AM IST
ધ્રોલમાં માતુશ્રી રામબાઈમાં આહિર કન્યા છાત્રાલયમાં આહિર જ્ઞાતિનો મહાસંગમ; સ્મૃતિભવનનું લોકાર્પણ અને ધારાસભ્યોનું સન્માન : સાંસદ પુનમબેન માડમ દ્વારા હેમતભાઈ માડમ સ્મૃતિભવનનું લોકાપર્ણ અને મહંતશ્રી પ્રભુદાસજી તથા પૂજ્ય મુરીમાંના હસ્તે માતુશ્રી રામબાઈમાંની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમઃ ર૬ મી જાન્યુઆરીએ આયોજન1:22 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
દુનિયાના બીજા સૌથી મોટા કાપડ નિકાસકાર દેશ બાંગ્લાદેશમાં મોંઘવારીના અસહ્ય માર સામે કાપડ ઉદ્યોગના લાખો શ્રમિકોએ બમણા પગારની ઉગ્ર માગ સાથે રસ્તા પર ઉતરીને કાળમુખો હોબાળો મચાવ્યો:સળગતા ચક્કાજામ અને હિંસક વિરોધ પ્રદર્શનોથી આખા દેશમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કાપડ ફેક્ટરીઓમાં તોડફોડ અને ચક્કાજામ વચ્ચે લાખો શ્રમિકોનો આક્રોશ ફાટી નીકળતાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને ગાર્મેન્ટ માલિકોના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST

























































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી























































































































































































































