News of Friday, 23rd January 2026
વલસાડમાં બનેલી ક્રાઈમની ચોંકાવનારી ઘટના: બાળકીઓ પર અત્યાચારથી અરેરાટી
ગુજરાતમાં મહિલા સુરક્ષા અને કાયદો વ્યવસ્થા સામે પ્રશ્ન ઉભા કરતી બે ગંભીર ઘટનાઓ છેલ્લા ૨૪ કલાકમાં સામે આવી

ગુજરાતમાં મહિલા સુરક્ષા અને કાયદો વ્યવસ્થા સામે પ્રશ્ન ઉભા કરતી બે ગંભીર ઘટનાઓ છેલ્લા ૨૪ કલાકમાં સામે આવી છે. રાજકોટમાં એક અત્યંત શરમજનક ઘટના બની છે, એક સ્કૂલ વાનના ચાલકે ૧૪ વર્ષની સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજાર્યું છે. શિક્ષણ અને વાલીઓના વિશ્વાસને તોડતી આ ઘટનાએ સમગ્ર શહેરમાં રોષ ફેલાવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ વાલીઓમાં બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડમાં પણ એક ગંભીર ગુનો નોંધાયો છે. એક અહેવાલ અનુસાર, ઉસામા નામના એક શખ્સ દ્વારા સગીર હિન્દુ છોકરીનું અપહરણ કરવામાં આવ્યું છે. પીડિતાના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે એફઆઈઆર દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીને પકડવા અને બાળકીને હેમખેમ પરત લાવવા માટે અલગ અલગ ટીમો બનાવી છે. આ બંને ઘટનાઓએ સમાજમાં લાલબત્તી સમાન છે અને દીકરીઓની સુરક્ષા માટે તંત્ર વધુ સતર્ક બને તેવી લોકમાંગ ઉઠી છે.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
