તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Friday, 23rd January 2026
ગુજરાતમાં બે દિ' ઠંડી થોડી વધશે
હવામાન વિભાગના વર્તારા મુજબ : બાદમાં ચાર દિવસ તાપમાન વધશેઃ ઠંડી ઘટશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૩: ગુજરાતમાં પસાર થઇ રહેલા મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવે કમોસમી માવઠું થશે એવી ભીતિ વચ્ચે આઇએમડી દ્વારા આજ બપોર સુધી માટેજ ગુજરાતને યેલો એલર્ટમાં દર્શાવેલ છે જોકે આજે બપોર બાદ સામાન્ય સ્થિતિ દર્શાવાયેલ હોઇ, માવઠાની આશંકા નીકળી જાય છે. ત્યારે હવામાન વિભાગના વર્તારા મુજબ આગામી બે દિવસ બે થી ત્રણ ડીગ્રી તાપમાન ઘટશે એટલે કે ઠંડી થોડી વધશે પણ બાદમાં ચાર દિવસ સુધી તાપમાનમાં ક્રમશઃ ર થી ૪ ડીગ્રીનો વધારો થઇ ઠંડી ઘટશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રભાવ ઉત્તર ભારતમાં હજુ ર૮ તારીખ સુધી રહેનાર છે. દેશના મધ્યભાગે સ્થિત એન્ટિ સાયકલોન અને વધતી પવનની ગતિથી વહેલી સવારે ઠંડા પવનો લોકોને ધ્રુજાવી રહ્યા છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
