<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

કાશ્મીરમાં શહીદ જવાનોને પૂ.મોરારીબાપુની શ્રધ્ધાંજલી :પરિવારજનોને પ્રત્યેકને રૂ.૨૫ હજાર પ્રમાણે ૨.૫૦ લાખની સહાય અર્પણ

એ જ ઘટનામાં ૧૧ સૈનિકો ઘાયલ થતા તેમના માટે પ્રતિ જવાન ૧૧ હજાર લેખે રૂ.૧.૨૧ લાખની સહાયતા રાશિ અર્પણ કરી : પૂ.મોરારીબાપુએ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી

રાજકોટ તા.૨૩ :               જમ્મુ કાશ્મીરમાં ડોડા વિસ્તારમાં ભારતીય સેનાની ટ્રક ખીણમાં ખાબકતા ૧૦ જવાનો શહિદ થયા છે. ત્રાસવાદ વિરોધી દળનું એક વાહન ડોડા વિસ્તારમાં સૈનિકોને લઈ સર્ચ ઓપરેશન કરી રહ્યું હતું ત્યારે ડ્રાઇવરે કાબૂ ગુમાવતા ટ્રક ૨૦૦ ફૂટ ઉંડી ખીણમાં પડી હતી અને જોતજોતામાં ૧૦ જવાનો વીરગતિને પ્રાપ્ત થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા ૨૫,૦૦૦ પ્રમાણે ૨,૫૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે ટ્રસ્ટ દ્વારા આર્મી વેલફેર ફંડમા મોકલવામાં આવશે. એ જ ઘટનામાં ૧૧ સૈનિકો ઘાયલ થયા છે તેમના માટે પ્રતિ જવાન ૧૧,૦૦૦ લેખે કુલ મળીને રુપિયા ૧,૨૧,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.પૂ. મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.તેમ જયદેવભાઈ માંકડ(તલગાજરડા)ની યાદીમાં જણાવાયું છે.

(11:36 AM IST)