News of Friday, 23rd January 2026
જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ રાજુ ડાંગરના હસ્તે ધ્વજવંદન
વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઉંચા રહે હમારા

રાજકોટ તા. ર૩ :.. જિલ્લા પંચાયત દ્વારા તા. ર૬ સોમવારે પ્રજાસત્તાક પર્વ નિમિતે સવારે ૮.૪પ વાગ્યે પંચાયત કચેરી જુની કોર્ટ બિલ્ડીંગના સંકુલમાં ઉપપ્રમુખશ્રી રાજુ ડાંગરના હસ્તે ધ્વજવંદન થશે.
પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન એસ. રંગાણી જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં જેતપુર ખાતે હાજરી આપનાર હોવાથી તેમના સ્થાને ઉપપ્રમુખ શ્રી ડાંગર ધ્વજવંદન કરાવશે. તેમણે પ્રજાસતાક પર્વને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વધુ મજબૂત કરવાનો અવસર ગણાવી જિલ્લાના પ્રજાજનોને આગોતરી શુભેચ્છા પાઠવી છે. (પ-ર૬)
(12:09 PM IST)










