News of Friday, 23rd January 2026
ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહનો આજે જન્મદિવસઃ શુભેચ્છાનો ધોધ

રાજકોટ : શહેરની રાજકોટ પヘીમ- વિધાનસભા-૬૯ના ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહનો આજે ૨૩ જાન્યુઆરીના જન્મદિવસ છે.
રાષ્ટ્રવાદને વરેલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ સંગઠન ક્ષેત્રે અનેકવિધ જવાબદારીઓનું વહન કરી છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રાંત સંઘચાલક સ્વ. પી.વી. દોશીના પ્રૌત્રી અને ડો. પ્રફુલભાઈ દોશીના પુત્રી એવા ડો. દર્શીતાબેન શાહને ગળથુથીમાં જ રાષ્ટ્રવાદના સંસ્કારો મળેલા છે. ત્યારે રાષ્ટ્રવાદના રંગે રંગાઈ ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ડીબેટ ટીમના સભ્ય, ગુજરાત પ્રદેશ મહિલા મોરચામાં આમંત્રિત સભ્ય, રાજકોટ શહેર ભાજપ પૂર્વ સંગઠન મંત્રી સહિતની અનેકવિધ જવાબદારીઓનું વહન કરી છે. બે વખત રાજકોટ મહાનગર પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી સભ્ય, ડે. મેયરનું પદ સંભાંળી અનેકવિધ જવાબદારીઓ સંભાળેલ છે. વોર્ડ નં.૨માં સતત બીજી ટર્મથી કોર્પોરેટર તરીકે કાર્યરત છે. આ ઉપરાંત વિરાણી બહેરા-મુંગા શાળાના ટ્રસ્ટી, ભારતીય જૈન સંગઠન, રાજકોટ. (પ્રમુખ), ઈન્ડીયન મેડીકલ એશોસીએશન, રાજકોટ(પૂર્વ જોઈન્ટ સેક્રેટરી), ઇન્ડિયન મેડીકલ એસોસિએશન વુમન-વિંગ એક્ઝીકયુટીવ મેમ્બર તરીકે અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલ છે.
દિવ્યાંગો, વળદ્ધો, મહિલા સશક્તિકરણ, આંગણવાડીના પ્રશ્નો સામાજીક સેવાઓ, મહિલાલક્ષી કામગીરી, છેવાડાના માનવીના દરેક પ્રશ્નો તેમજ રાજકોટના વિકાસલક્ષી કાર્યો માટે હર હંમેશ સતત જાગળત અને પ્રયત્નશીલ.
આજે ડો.દર્શિતાબેન શાહના જન્મદિનને રાજકીય- સામાજિક આગેવાનો,શુભેચ્છકો, તથા પરિવારજનો દ્રારા મો.નં- ૯૮૨૪૨ ૦૧૨૩૪ શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. (પ-ર૮)
(3:41 PM IST)










