તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd January 2026
બેટી રામપરામાં તળશીભાઇ ભાટીને પુત્ર કાનાએ લોખંડના પાઇપથી ફટકારી હાથ-પગ ભાંગી નાંખ્યા
ભગાડી જવાયેલી દિકરી બાબતે સમાજમાં વાત કરવાનું પિતાએ કહેતાં પુત્રએ ના પાડી બેફામ ફટકાર્યાઃ રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૩: કુવાડવા નજીકના બેટી રામપરા ગમો રહેતાં તળશીભાઇ વાઘાભાઇ ભાટી (ઉ.વ.૪૫) નામના મારવાડી આધેડને તેમના દિકરા કાનાએ લોખંડના પાઇપથી બેફામ માર મારી બંને હાથ અને એક પગ ભાંગી નાંખતા ગંભીર ઇજા સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ બેટફી રામપરામાં રહેતાં તળશીભાઇ ભાટી સાંજે ઘરે હતાં ત્યારે દિકરા કાનાએ ઝઘડો કરી લોખંડના પાઇપથી બેફામ માર મારતાં તેને હાથ-પગમાં ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે દાખલ કરાયા છે. તળશીભાઇને સંતાનમાં ત્રણ દિકરી અને ત્રણ દિકરા છે. તે છુટક ભંગારનો ધંધો કરે છે.
તળશીભાઇએ કહ્યું હતું કે તેની એક દિકરીને ત્રણેક મહિના પહેલા સમાજનો છોકરો ભગાડી ગયો છે. રાતે પોતે અને દિકરો કાને ઘરે હતાં ત્યારે આ બાબતે સમાજમાં પોતે વાત કરવાના છે તેમ કહેતા દિકરા કાનાએ આ વાત સમાજમાં કરવાની જ નથી તેમ કહી ઝઘડો કરી બાદમાં પાઇપના ઘા ફટકાર્યા હતાં. તળશીભાઇએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે દિકરા કાનાએ દારૂ પીધેલી હાલતમાં આ મારામારી કરી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.
(3:31 PM IST)










