<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

જામજોધપુર વિરદાદા જશરાજ શાહીદ નિમિતે આરતી, સમુહ ભોજન

જામજોધપુર : રઘુવંશી યુવક મંડળ દ્વારા વિરદાદા જશરાજ શહિદ દિન (શૌર્ય દિન) નિમિતે લોહાણા મહાજન વાડી મુકામે મહાઆરતી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રઘુવંશી યુવક મંડળના પ્રમુખ જીજ્ઞેશ (મુનાભાઇ) ચોટાઇ, જલારામ મંદિર પ્રમુખ મહેશભાઇ ગંઢેચા, ટ્રસ્‍ટી રમેશભાઇ રાયઠ્ઠા ચીમનભાઇ અશાણી, નગરપાલિકા સદસ્‍ય સ્‍મિતાબહેન સુનિલભાઇ મહેતા, શહેર ભાજપ ઉપપ્રમુખ નિકેશ પાબારી, આશિષ રાજાણી, સાગરભાઇ રસિકભાઇ રાજાણી, વિકેશભાઇ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. મહાઆરતી બાદ સમુહ ભોજન કાર્યક્રમ યોજાયેલ. જેમાં વિશાળ સંખ્‍યામાં જ્ઞાતિના ભાઇ-બહેનોએ પ્રસાદીનો લાભ લીધો હતો. (તસ્‍વીર, અહેવાલ : ઝીલ વ્‍યાસ, જામજોધપુર)

(11:43 AM IST)