તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd January 2026
રાજકોટ ઈલેકટ્રોનિક્સ ટ્રેડ એસો.ના નવા હોદેદારોની વરણીઃ પ્રમૂખ પદે મુકેશભાઈ લુણાગરીયાને સૂકાન

તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મનોજભાઈ પરમાર, મુકેશભાઈ લુણાગરીયા, રસીકભાઈ પોકળ, ભરતભાઈ મહેતા, જયેશભાઈ ભટ્ટ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ,તા.૨૩: રાજકોટ ઈલેકટ્રોનિક્સ ટ્રેડ એશોશીયેશનના નવા વર્ષ ૨૦૨૬ની કારોબારી તેમજ હોદેદારો માટે ની ચુંટણી પ્રક્રિયા માટેની જનરલ મીટીંગ પુનિતનગર ખાતે મળેલ. જેમા નવા હોદેદારોની વરણી કરવામાં આવતા પ્રમુખ મનોજભાઈ પરમાર, મંત્રીશ્રી મુકેશભાઈ લુણાગરીયા, ખજાનચીઃ રસીકભાઈ પોકળ, ઉપપ્રમુખઃ ભરતભાઈ મહેતા, સહમંત્રીઃ જયેશભાઈ ભટ્ટની નિયુક્તિ થઈ હતી.
જ્યારે કારોબારી કમિટીમાં મનસુખભાઈ મોજીંદુ, હરેશભાઈ રૈયાણી, કેશુભાઈ કમાણી, મનીષભાઈ રાબડિયા, દિપકભાઈ ચોટલીયા, નિલેષભાઈ સોલંકી તેમજ કો.ઓપ મેમ્બર તરીકે અમીત રૈયાણી, ધર્મેશભાઇ અજાણી, અરવિંદભાઈ પેઢડીયા, યોગેશભાઈ ચૌધરીનો સમાવેશ કરાયો હતો.
સલાહકાર સમીતીમાં રવજીભાઈ રામોલીયા, રમેશભાઈ રૈયાણી, ગજેન્દ્રસિંહ જેબલીયા, સમશેર સિંઘ, સુયરીયાની નિયુક્તિ થયેલ. ઉલ્લેખનીય છે કે રાજકોટ ઈલેકટ્રોનિક્સ ટ્રેડ એશોસીયેશન ની સ્થાપના ૧૯૭૮માં થયેલ આજે સંસ્થાને ૪૮ વર્ષ પૂર્ણ થયેલ. સંસ્થા દ્વારા દર વર્ષે નવા નવા ડિજીટલ યુગને મેંમ્બરભાઈઓ ના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવે છે. સમયાંતરે બ્લડ ડોનેશન કેમ્પ તથા ફેમીલી પ્રવાસનું આયોજન કરવામાં આવે છે.
સંસ્થામા જોડાવા પ્રમુખ મનોજભાઈ પરમાર (મો.૯૯૦૪૨ ૨૪૭૪૨) અથવા મંત્રીશ્રી મુકેશભાઈ લુણાગરીયા (મો.૯૮૨૪૫ ૬૪૧૪૧)નો સંપર્ક કરવા જણાવાયું છે.
(2:46 PM IST)










