<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

નહેરૂનગરના નિવૃત સરકારી કર્મચારી સાથે જામનગરના વિજયની જમીનમાં રોકાણના નામે ૯ાા લાખની ઠગાઇ

સાળી-સાઢુના જમીનના ધંધાના ભાગીદાર જામનગરના શખ્‍સએ બારોબાર જમીન વેંચી રોકડા કરી લીધાઃ તેણે સિક્‍યુરીટી પેટે આપેલા ચેક પણ રીટર્ન થયાઃ ઇઓડબલ્‍યુની તપાસ બાદ માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૮: શહેરના નાના મવા રોડ નેહરૂનગર-૨ સોસાયટીમાં રહેતા અને નિવળત્ત જીવન જીવતા એક  પુર્વ સરકારી કર્મચારી સાથે જમીન રોકાણના નામે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. નિવળત્તિના નાણાનું સુરક્ષિત રોકાણ કરવાની લાલચમાં વળદ્ધે પોતાના સગા સંબંધીના વિશ્વાસે લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્‍યો છે. આ મામલે રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાની તપાસ બાદ ફરિયાદ દાખલ થઇ છે.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે નહેરૂનગર-૯માં સ્‍નેહલ મકાનમાં રહેતાં નિવૃત સરકારી કર્મચારી કરસનભાઇ રૈયાભાઇ પરસાણા-પટેલ (ઉ.વ.૬૩)ની ફરિયાદ પરથી તેમના સાળી અને સાઢુના જમીન મકાનના ધંધાના ભાગીદાર જામનગર રણજીત સાગર રોડ યોગી ચોક શીવધારા રેસીડેન્‍સી-૧માં રહેતાં વિજય ભગવાનજીભાઇ મુંગરા અને તપાસમાં ખુલે તેની સામે ૯,૫૦,૦૦૦ની ઠગાઇનો ગુનો નોંધ્‍યો છે. જમીનના ધંધામાં રોકાણના નામે આ ઠગાઇ કરવામાં આવી હતી.

ફરિયાદની વિગતો મુજબ કરશનભાઈ પરસાણા જુલાઈ ૨૦૨૦માં સરકારી સેવામાંથી નિવળત્ત થયા હતા. નિવળત્તિ સમયે મળેલા નાણાંનું રોકાણ કરવા માટે તેમણે તેમના સાળી ધર્મિષ્‍ઠાબેન ઉર્ફ અંજુબેન અને સાઢુભાઈ વલ્લભભાઈ પાનસુરીયા અને તેમના ભાગીદાર વિજયભાઈ ભગવાનજીભાઈ મુંગરા (રહે. જામનગર) સાથે વાતચીત કરી હતી. કરશનભાઈ પોતે ખેડૂત ખાતેદાર ન હોવાથી વિજયભાઈએ તેમને વિશ્વાસ આપ્‍યો હતો કે તેઓ જમીન ખરીદીને તેમાં રોકાણ કરશે અને નફો રળી આપશે. ત્‍યારબાદ વિજયભાઈ મુંગરાના વિશ્વાસે કરશનભાઈએ ઓક્‍ટોબર ૨૦૨૦ દરમિયાન ટુકડે-ટુકડે કુલ રૂપિયા ૧૩,૫૦,૦૦૦  આપ્‍યા હતા. આ રકમ સામે સુરક્ષા પેટે વિજયભાઈએ પોતાના બેંક ખાતાના ત્રણ ચેક આપ્‍યા હતા.

ત્‍યારબાદ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના અમરાપર અને બાબરા ગામમાં જમીનોની ખરીદી કરવામાં આવી હતી. પણ જે તે વખતે આ દસ્‍તાવેજો સંયુક્‍ત નામે કરવાના બદલે આરોપી વિજયભાઈએ માત્ર પોતાના નામે જ બનાવ્‍યા હતા.

આ વાતની જાણ થતાં જયારે કરશનભાઈએ પોતાના નાણાં પરત માંગ્‍યા ત્‍યારે વિજયભાઈએ વાયદાઓ આપવાનું શરૂ કર્યુ હતું અને છેલ્લે ફોન નંબર બ્‍લોક કરી દીધા હતા. આથી પોતાને સિક્‍યુરીટી પેટે વિજયભાઇએ આપેલા ચેક કરશનભાઈએ  બેંકમાં નાખ્‍યા ત્‍યારે તે પણ બાઉન્‍સ થયા હતા. આ પછી સપ્‍ટેમ્‍બર ૨૦૨૪માં સમાધાનના બહાને વિજયભાઈએ કરશનભાઈને ૪ લાખ પરત આપી તેમનો વિશ્વાસ જીત્‍યો અને જમીન વેચીને બાકીના નાણાં ચૂકવવાનું કહી અસલ દસ્‍તાવેજો મેળવી લીધા હતા. દસ્‍તાવેજો હાથમાં આવતા જ વિજયભાઈએ બાબરાની જમીન અન્‍ય વ્‍યક્‍તિને બારોબાર વેચી દીધી હતી અને બાકી નીકળતા રૂપિયા ૯,૫૦,૦૦૦ ઓળવી જઈ વિશ્વાસઘાત કર્યો હતો.

આ મામલે કરશનભાઈએ રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં અરજી કર્યા બાદ ઇઓડબલ્‍યુ શાખાને અરજી સોંપાઇ હતી. તેની તપાસમાં ગુનાહિત કળત્‍ય જણાતા વિજયભાઈ ભગવાનજીભાઈ મુંગરા વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે બેંક સ્‍ટેટમેન્‍ટ અને દસ્‍તાવેજોના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ કે. ડી. મારૂએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:17 PM IST)