તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd January 2026
રાજકોટ - લોધીકા સંઘના ચેરમેન તરીકેની જવાબદારી અરવિંદભાઈ રૈયાણીને સુપ્રત
નરેન્દ્રસિંહ જાડેજા વિદેશ પ્રવાસે જઈ રહ્યા હોય

રાજકોટ, તા. ૨૩ : રાજકોટ લોધીકા સંઘના ચેરમેન શ્રી નરેન્દ્રસિંહ જાડેજા થોડા સમય માટે વિદેશ પ્રવાસે જઈ રહ્યા હોય ચેરમેન તરીકેની જવાબદારી ડિરેકટર અને પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીને સોંપવામાં આવી છે.
સામાન્ય રીતે ચેરમેનની જવાબદારી તેમની અવેજીમાં વાઈસ ચેરમેનને સોંપવામાં આવતી હોય છે. પરંતુ રાજકોટ લોધીકા સંઘમાં વાઈસ ચેરમેન ન હોવાથી ચેરમેનનો ચાર્જ શ્રી અરવિંદભાઈ રૈયાણી (મો.૯૮૭૯૧ ૬૨૫૪૫)ને સોંપવા ગત ૧૦ જાન્યુઆરીએ મળેલ મીટીંગમાં સર્વ સંમતીથી લેવાયો હતો
(2:42 PM IST)










