<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

દુનિયાના બીજા સૌથી મોટા કાપડ નિકાસકાર દેશ બાંગ્લાદેશમાં મોંઘવારીના અસહ્ય માર સામે કાપડ ઉદ્યોગના લાખો શ્રમિકોએ બમણા પગારની ઉગ્ર માગ સાથે રસ્તા પર ઉતરીને કાળમુખો હોબાળો મચાવ્યો:સળગતા ચક્કાજામ અને હિંસક વિરોધ પ્રદર્શનોથી આખા દેશમાં મચી ગઈ ભયાનક સનસનાટી

કાપડ ફેક્ટરીઓમાં તોડફોડ અને ચક્કાજામ વચ્ચે લાખો શ્રમિકોનો આક્રોશ ફાટી નીકળતાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને ગાર્મેન્ટ માલિકોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:દુનિયાભરમાં રેડીમેડ ગાર્મેન્ટ્સ અને કાપડની નિકાસમાં ચીન પછી બીજા ક્રમે આવતા દેશ બાંગ્લાદેશમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ઉપજાવતી એક અત્યંત ચોંકાવનારી, ડરામણી અને સનસનાટીભરી હોનારત સામે આવી છે! મોંઘવારીના કારણે જીવનનિર્વાહ અત્યંત મુશ્કેલ બની જતાં ગાર્મેન્ટ ફેક્ટરીઓમાં કામ કરતા લાખો શ્રમિકોએ પોતાના લઘુત્તમ વેતનમાં બમણો વધારો કરવાની માગ સાથે એકસાથે કામગીરી ઠપ્પ કરીને ભયાનક આંદોલન શરૂ કરી દીધું છે.

રાજધાની ઢાકાની ઉત્તરે આવેલા ગાઝીપુરમાં સેંકડો મજૂરોએ ઢાકા-તંગેલ હાઇવે જામ કરીને વાહનોમાં તોડફોડ કરી હતી. આ સાથે જ મીરપુર વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે ટીયર ગેસ છોડીને પ્રદર્શનકારીઓને વિખેરવાની કોશિશ કરી હતી.

સરકારે રવિવારે જ ગારમેન્ટ ઉદ્યોગમાં લઘુત્તમ વેતનની સમીક્ષા માટે એક 'વેતન બોર્ડ' બનાવવાની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશ માટે આ ઉદ્યોગ ખૂબ મહત્ત્વનો છે કારણ કે લાખો લોકોને તે રોજગારી આપે છે અને દેશની મોટાભાગની નિકાસ કમાણી આ ક્ષેત્રમાંથી થાય છે. પરંતુ મજૂર નેતાઓનું કહેવું છે કે, 'માત્ર બોર્ડની રચનાથી અમારી સમસ્યાઓ ઉકેલાશે નહીં.' તેમણે સતત વધી રહેલી મોંઘવારી અને ઘરચલાવવાના ખર્ચનો હવાલો આપીને વિરોધ ચાલુ રાખ્યો છે.

પ્રદર્શન કરી રહેલા મજૂરો મહિને 30,000 ટકા (બાંગ્લાદેશી ચલણ)ના વેતનની માંગ કરી રહ્યા છે, જે તેમના હાલના વેતન કરતાં બમણાથી પણ વધુ છે. ભારતીય રૂપિયા પ્રમાણે આ રકમ અંદાજે 23,000 રૂપિયા થાય છે. 'બાંગ્લાદેશ સેન્ટર ફોર વર્કર્સ સોલિડારિટી'ના જણાવ્યા અનુસાર, 'હાલમાં અહીંના મજૂરોને દર મહિને માત્ર 13,000 ટકા આસપાસ જ વેતન મળે છે.'

પરિસ્થિતિ ગંભીર બનતાં વડાપ્રધાન તારિક રહેમાને કેબિનેટની કટોકટીની બેઠક બોલાવી હતી. બેઠક બાદ ગૃહમંત્રી સાલાહુદ્દીન અહમદે જણાવ્યું કે, વડાપ્રધાને મજૂરોના અધિકારો સુનિશ્ચિત કરવા અને તેમના જીવનધોરણમાં સુધારો લાવવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઉત્પાદન અને નિકાસનું કામ અટકવું ન જોઈએ. સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવતી એજન્સીઓને હિંસા, અરાજકતા અને અશાંતિ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.

(6:13 PM IST)