તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd January 2026
દર્શન પાર્ક અને ન્યુસાગર સોસાયટીમાં બે મકાનમાં દરોડોઃ તીનપતી રમતી મહિલાઓ સહિત ૧૩ પકડાયા
ક્રાઇમબ્રાંચના હેડકોન્સ દિપકભાઇ ચોૈહાણ, પ્રદિપસિંહ જાડેજાની બાતમી પર થી ૮ મહિલાઓને તથા ભકિતનગર પોલીસના કોન્સ પ્રકાશભાઇ મકવાણાની બાતમી પરથી પાંચને ઝડપી લીધા

રાજકોટ, તા.૨૩: રૈયા રોડ પર આવેલા દર્શન પાર્કમાં ક્રાઇમબ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી મકાનમાં તીનપતી રમતી આઠ મહિલાઓને તેમજ ભકિતનગર પોલીસે ન્યુસાગર સોસાયટીમાં મકાનમાંથી પાંચ શખ્સોને પકડી લીધા છે.
મળતી વિગત મુજબ રૈયા રોડ પર આવેલા દર્શનપાર્કમાં એક મકાનમાં મહિલા સંચાલીત જુગારધામ ચાલતુ હોવાની ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ દિપકચાઇ ચોૈહાણ, પ્રદિપસિંહ જાડેજાને બાતમી મળતા દર્શન પાર્ક શેરી નં. ૧માં મકાનમાં દરોડો પાડી મકાનમાલીક ખુશ્બુબેન કોૈશિકગીરી ગોસ્વામી, તથા દોઢસોફૂટ રોડ રેયા ટેલીફોન એકસચેન્જ પાસે રવીરત્ન પાર્ક શેરીનં.૨ના જાનવીબેન ચિરાગભાઇ વડાલીયા, રૈયાગામ ૫૦ વારીયા કવાર્ટર શેરીનં.૧ના ભારતીબેન સંજયભાઇ રાઠોડ, દોઢસોફૂટરોડ રોયલ રેસીડેન્સી ફલેટ નં.૧૦૧ના નયનાબેન રસીકભાઇ ભાલોડીયા, ઉમીયા ચોક પાસે કિશનપાર્કના અંજલીબેન ભોલાભાઇ પરમાર, દોઢસોફૂટ રોડ ગોવિંદરત્ન રેસીડેન્સી બ્લોકનં. ૪૬ના શિતલબેન કાંતીભાઇ કાલરીયા, રૈયા રોડ સીટી સેરેનીટી ફલેટ નં.સી. ૩૦૨ના હેતલબેન રાજુભાઇ ડાભી તથા એરપોર્ટ રોડ અંબીકા એપાર્ટમેન્ટ ફલેટનં.એ ૧૦૨ના શાર્લિનબેન દિપકભાઇ મહેતાને પકડી લઇ કાર્યવાહી કરી હતી. આ કામગીરી પી.એસ.આઇ. વી.ડી. ડોડીયા, એ.એસ.આઇ. અમીતભાઇ અગ્રવાત, હેડકોન્સ દિપકભાઇ ચૌહાણ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજસિંહ કોટીલા તથા મહિલા કોન્સ દિવ્યાબેન દ્વારા કરવામાં આવી હતી.
જંગલેશ્વરમાં આવેલી ન્યુસાગર સોસાયટીમાં એક મકાનમાં મહિલા સંચાલીત જુગારધામ ચાલતુ હોવાની ભકિતનગર પોલીસ મથકના કોન્સ.પ્રકાશભાઇ મકવાણા ને બાતમી મળતા સ્ટાફ સાથે ન્યુસાગર સોસાયટીમાં મહિલાના મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગારરમતા મકાનમાલિક નસીમબેન મહેબુબભાઇ પીંજારા તથા જંગેલશ્વર ગોકુલનગરના રેશ્માબેન અમીતભાઇ રાઠોડ, કોઠારીયામેઇન રોડ પર અંકુર સોસાયટી શેરીનં.૬ના હસીનાબેન નીઝામભાઇ પડીયા, જંગલેશ્વર ચોક શેરી નં.૨૮ના નસીમબેન મામદભાઇ ભટ્ટી અને કોઠારીયા મેઇનરોડ રણુજાધામ સોસાયટી શેરી નં.૬ના ઇકબાલ ઇબ્રાહીમભાઇને પકડી લઇ રૂા.૧૦,૩૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. આ કામગીરી પી.આઇ. એમ.એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એન.વસાવા, તથા કોન્સ પ્રકાશભાઇ મકવાણા, યુવરાજસિંહ જાદવ, નિલેશભાઇ મીયાત્રા, રવીભાઇ રત્નુ અને કોન્સ વિલાસબેન રાજપરા દ્વારા કરવામાં આવી હતી. (૩.૨૦)
(3:36 PM IST)










