હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉત્તર પ્રદેશમાં ચોંકાવનારો કિસ્સો: મેડિકલમાં એડમિશન મેળવવા યુવકે પોતાના જ હાથની ચાર આંગળીઓ કાપી નાખી
એમબીબીએસમાં સીટ મેળવવા માટે 'દિવ્યાંગ ક્વોટા' નો લાભ લેવા માટે પોતાના જ હાથની ચાર આંગળીઓ કુહાડી વડે કાપી નાખી

ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે મેડિકલ શિક્ષણ માટેની સ્પર્ધા અને વિદ્યાર્થીઓ પરના માનસિક દબાણની ગંભીરતા દર્શાવે છે. અહીંના એક યુવકે એમબીબીએસમાં સીટ મેળવવા માટે 'દિવ્યાંગ ક્વોટા' નો લાભ લેવા માટે પોતાના જ હાથની ચાર આંગળીઓ કુહાડી વડે કાપી નાખી હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, યુવકનું નામ સૂરજ ભાસ્કર છે અને તેણે ફાર્મસીમાં ડિપ્લોમા કરેલું છે. તે લાંબા સમયથી 'નીટ' (મેડિકલ પ્રવેશ પરીક્ષા) ની તૈયારી કરી રહ્યો હતો.
શરૂઆતમાં આ યુવકે પોલીસ અને પોતાના પરિવારજનોને ગેરમાર્ગે દોરતા એવી વાર્તા ઘડી હતી કે તે જ્યારે રસ્તા પરથી જઈ રહ્યો હતો ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો અને તેની આંગળીઓ કાપી નાખી હતી. તેની આ વાત સાંભળીને પરિવારજનો ગભરાઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. જોકે, પોલીસને યુવકના નિવેદનમાં વિરોધાભાસ લાગતા તેમણે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ઘટનાસ્થળે કોઈ હુમલો થયો હોવાના પુરાવા મળ્યા ન હતા.
આખરે પોલીસની કડક પૂછપરછમાં સૂરજ ભાસ્કરે વટાણા વેરી દીધા હતા. તેણે કબૂલાત કરી હતી કે સામાન્ય કેટેગરીમાં એમબીબીએસમાં એડમિશન મળવું મુશ્કેલ હતું, તેથી તેણે દિવ્યાંગો માટે અનામત ક્વોટામાં સીટ મેળવવા માટે આ ખતરનાક પગલું ભર્યું હતું. તેણે જાતે જ પોતાની આંગળીઓ કાપી નાખી હતી જેથી તે વિકલાંગતાનું પ્રમાણપત્ર મેળવી શકે અને સરકારી મેડિકલ કોલેજમાં સરળતાથી પ્રવેશ મેળવી શકે. આ ઘટના શિક્ષણ વ્યવસ્થા અને વિદ્યાર્થીઓની હતાશાનું વરવું સત્ય ઉજાગર કરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
