<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વાવાઝોડા – વરસાદ – ચક્રવાત જેવી કુદરતી આપદાઓનો સામનો ઝિરો કેઝ્યુઆલિટીથી કરવાની ક્ષમતા ગુજરાતમાં વિકસી છે : ભૂમિ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધનની રાષ્ટ્રીય પરિષદ સુશાસન સાથે સતત વિકાસ-આર્થિક પ્રગતિ અને સામાજિક ન્યાયની આવશ્યક્તાને અનુરૂપ છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : ગાંધીનગરમાં નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમન્ટનો પ્રારંભ : દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મહેસૂલી-આપત્તિ વ્યવસ્થાપન કામગીરી સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓની સહભાગીતા : સેન્ટર ઓફ એક્સેલન્સ માટે મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે MOU થયા :વિચરતી જાતિઓના પરિવારોને સ્વામિત્વ કાર્ડ – સુરક્ષા કીટ અને રહેણાંક પ્લોટના સનદનું વિતરણ જમીન આપણી સભ્યતાનો આધાર – અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ અને ખેડુતોની આજીવિકા તથા ઉદ્યોગ-વેપારના રોકાણો અને લોકોના અધિકારનું પ્રમાણ છે : મહેસુલની જટિલ અને ગુંચવણભરી પ્રક્રિયાઓને લોકાભિમુખ અભિગમથી સરળ બનાવવા પારદર્શી અને વિશ્વસનીય પ્રશાસન માટે I-ORA તથા gARVi ૨.૦ જેવા ડિજિટલ પ્લેટફોર્મ પરિણામકારી બન્યા છે : ગુજરાતે નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ૨૦૦૫માં ઈ-ધરા યોજનાથી ખેડૂતોની જમીનના રેકોર્ડ્સ ડિજિટાઈઝ્ડ કરવાની આગવી પહેલ કરી. : વડાપ્રધાનશ્રીની વિઝનરી લિડરશીપમાં સિટીઝન સેન્ટ્રીક ગવર્નન્સથી ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ અને ગ્રોથ એન્જીન બન્યુ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ2:56 PM IST

ગુન્‍હાખોરી નિવારણ..ગુજરાત ટેકનોલોજીમાં વિશ્વના વિકસિત દેશોની બરાબરી કરવા ડગ માંડયા.. સુરતમાં AI નો પ્રયોગ સફળ : હર્ષભાઈ સંઘવી પોતાના જ હોમટાઉનમા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ટીમ દ્વારા કોઈ જાતની જાહેરાત વગર નવરાત્રી અદભુત સફળ કરી પોતાનું સ્‍વપ્‍ન પૂર્ણ થતા અભિનંદન આપી પીઠ થાબડી ગત માસમાં લંડનમાં AI પ્રયોગ સફળ થયાના સમાચાર અમને અને ગૃહમંત્રીશ્રીને મળતા રાત દિવસ અમારી ટેકનોલોજી ટીમે એક થઇ નવરાત્રીમાં પ્રયોગ કરેલ, હવે રાજ્‍યભરમાં વ્‍યાપક ઉપયોગ કરવામાં આવશે.. સુરત સીપી અકિલા સાથેની વાતચીતમાં અદભુત ટેકનોલોજી યુગના મંડાણની પડદા પાછળની રસપ્રદ કથા વર્ણવે છે CBI બેક ગ્રાઉન્‍ડ ધરાવતા સુરત ક્રાઈમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍ત, ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયા, SOG ડીસીપી રાજદીપસિંહ નકુમ અને આર્થિક ગુન્‍હા નિવારણ શાખાના ડીસીપી કરણરાજ વાઘેલા વિગેરેએ ઓર્થનિક પ્રયોગ માટે અથાગ જહેમત ઉઠાવી હતી2:51 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST