News of Friday, 3rd October 2025
જો પાકિસ્તાન કચ્છની સિર ક્રીક સીમાએ અટકચાળો કરશે તો તેનો ઇતિહાસ-ભૂગોળ બદલાઈ જશેઃ રાજનાથસિંહ
ખરાબ હવામાનના કારણે કચ્છ સરહદે લક્કીનાળાની મુલાકાત અને સંયુક્ત લશ્કરી કવાયત રદ, ભુજ લશ્કરી મથકે સંરક્ષણ મંત્રીનો હુંકાર, ઓપરેશન સિંદુર હજી ચાલુ છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩: કચ્છ પ્રવાસના અંતિમ દિને વિજ્યા દશમીના શુભ અવસરે રક્ષામંત્રી રાજનાથસિંહે ભુજના લશ્કરી મથકે ભારતીય પરંપરા અનુસાર શસ્ત્ર પૂજન કર્યું હતું. અહીં તેમણે હુંકાર કરતા જણાવ્યું હતું કે, જો સિર ક્રીક સરહદે પાકિસ્તાન કોઈ અટકચાળો કરશે તો તેનો ઈતિહાસ અને ભૂગોળ બદલી નાખીશું. ઓપરેશન સિંદુર હજી ચાલુ જ છે. આપણા સૈનિકો પાસે શસ્ત્રો અને મનોબળ બંને છે. આતંકવાદ હોય કે અન્ય કોઈ સમસ્યા હોય દરેક પડકારનો સામનો કરવાની અને જીતવાની ક્ષમતા આપણા સૈનિકોમાં છે. મજબૂત ઇચ્છા શક્તિને કારણે ભારત આજે શસ્ત્ર વપરાશ ની સાથે શસ્ત્ર ઉત્પાદનમાં અને શસ્ત્ર નિકાસમાં સક્ષમ તેમ જ આત્મનિર્ભર હોવાનું પણ શ્રી સિંહે જણાવ્યું હતું.
દરમ્યાન નિયત કાર્યક્રમ અનુસાર તેમની લક્કીનાળાની મુલાકાત અને સયુંક્ત લશ્કરી કવાયત ખરાબ હવામાનને કારણે રદ્દ કરાઈ હતી. હેલિકોપ્ટરના ઉડાન અને ઉતરાણમાં મુશ્કેલી પડે એમ હોઈ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ ભુજના લશ્કરી મથકે જ યોજાયો હતો.(૨.૧૦)
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
