News of Friday, 3rd October 2025
દરરોજ ૧૦ કિલો લાલ મરચાં ખાય છેઃ પોતાના પ્રાઇવેટ પાર્ટ્સ ધોવે છે તીખા તમતમતાં મરચાંથી
ભારતની એક અનોખી વ્યક્તિ, મરચાં મારા જીવનનો એક ભાગ છે. હું તેને બાળપણથી ખાઉં છું, અને હવે મને તેમાં તીખાપણું પણ લાગતું નથી તે માત્ર મરચાં નથી ખાતો પરંતુ તેનાથી ન્હાય પણ છે

(મેઘાલય)જયંતિયા તા.૩: સોશિયલ મીડિયા પર ક્યારેક એવું ફરતું થઈ જાય છે, જે લોકોને ચોંકાવી દે છે અને એક ઝટકામાં ચર્ચાનો વિષય બની જાય છે. હાલ મેઘાલયના પૂર્વી જયંતિયા હિલ્સ જિલ્લાના એક સામાન્ય ખેડૂતની અનોખી કાબેલિયત ફરી એકવાર વાયરલ થઈ રહી છે. આ ખેડૂત માત્ર મરચાં જ નથી ખાતો, પરંતુ એવી રીતે તેનો ઉપયોગ કરે છે કે લોકોને વિશ્વાસ જ નહીં આવે. તેની આ અદભુત ક્ષમતા જોઈને લોકો તેને સુપરહ્યુમન કહી રહ્યા છે.
મેઘાલયના ગાઢ જંગલો અને પહાડીઓ વચ્ચે એક એવો માણસ રહે છે, જેની સ્ટોરી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. રામ પીર્તુહ નામની આ વ્યક્તિ પૂર્વી જયંતિયા હિલ્સ જિલ્લાના બટાવ ગામનો સામાન્ય ખેડૂત છે. પરંતુ તેની અસાધારણ ક્ષમતાને કારણે તે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.
જ્યારે દુનિયા હેલ્થ ટ્રેન્ડ્સ પર ચર્ચા કરી રહી છે, ત્યારે રામનો જૂનો વીડિયો ફરીથી વાયરલ થઈ રહ્યો છે, જ્યાં તે એક વખતમાં ૧૦ કિલોથી વધુ તીખાં તમતમતાં લાલ સૂકાં મરચાં ખાઈ જાય છે. તે પણ આંસુ અને પરસેવા વગર! પરંતુ સ્ટોરી અહીં અટકતી નથી. વાયરલ પોસ્ટ્સમાં દાવો કરાયો છે કે રામ લાલ મરચાના પાઉડરથી પ્રાઇવેટ પાર્ટ્સ ધોવે છે અને ઉફફ પણ નથી કરતો. શું આ સુપરહ્યુમન પાવર છે કે માત્ર અફવા? ચાલો જાણીએ.
રામ પીર્તુહની પ્રતિભા ૨૦૨૧માં ત્યારે ચર્ચામાં આવી જ્યારે એક સ્થાનિક વીડિયોમાં તેને મરચાંની થેલીઓ ખાતાં બતાવવામાં આવ્યો. ફેસબુક અને યુટ્યુબ પર પોસ્ટ કરાયેલા, This man from Meghalaya can eat ૧૦ kgs of hot chillies at a time વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા. બસ પછી શું થયું, વ્યક્તિની ચર્ચા થવા લાગી અને લોકો દૂર-દૂરથી આ વાતની સચ્ચાઈ જાણવા માટે આવવા લાગ્યા.
૫૦ના દાયકાના ખેડૂત રામે કહ્યું, મરચાં મારા જીવનનો એક ભાગ છે. હું તેને બાળપણથી ખાઉં છું, અને હવે મને તેમાં તીખાપણું પણ લાગતું નથી. તે માત્ર મરચાં નથી ખાતો પરંતુ તેનાથી ન્હાય પણ છે. જ્યારે તેની આ ચોંકાવનારી ખાસિયતની ચર્ચા થવા લાગી તો ઘણા લોકો તેને પરખવા લાગ્યા.
સવારે ઊઠતા જ મરચી વાળી ચા, બપોરે મરચાંવાળી મટન કરી, સાંજે કાચા મરચાં. તેણે કહ્યું કે, મરચાં મારી દવા છે, તેનાથી મને કોઈ બીમારી નથી લાગતી. મેઘાલયના જયંતિયા હિલ્સમાં મરચાંની ખેતી સામાન્ય છે, પરંતુ રામ જેવું કોઈ નથી. હવે ફરીથી તેનો જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
