News of Friday, 3rd October 2025
મિશન નવ ભારતના ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે મોરબીના યુવા, તરવારીયા ધ્રુવ ભુપતભાઈ જારીયાની વરણી.
દાદા અને પિતાના પગલે પક્ષને સમર્પિત રહી રાજકીય માધ્યમથી જનહિતના, વિકાસના કાર્યો કરવા એ મારી પ્રાથમિકતા: ધ્રુવ જારીયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં રહેતા મોરબી નગર પાલિકા ના તેમજ શહેર ભાજપના પૂર્વ લોકપ્રિય પ્રમુખના પૌત્રની મિશન નવભારતમાં ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે જેથી કરીને ઠેર ઠેરથી તેના પર અભિનંદન વર્ષા થઇ રહી છે.
મોરબીમાં ભાજપના રંગે રંગાયેલા જારીયા પરિવારની ત્રીજી પેઢી ધ્રુવ ભુપતભાઈ જારીયા પણ ભાજપમાં રંગે રંગાયેલ છે અને તાજેતરમાં તેની ગુજરાત પ્રદેશ મિશન નવભારતના મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે જેથી ઠેર ઠેરથી તેઓને શુભકામનાઓ મળી રહે છે. અગાઉ ધ્રુવ જારીયાની મોરબી જિલ્લામાં મિશન નવભારતના મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી ત્યારબાદ હવે ગુજરાત પ્રદેશના સંગઠનમાં તેનો સમાવેશ કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધ્રુવભાઈના દાદા લાખાભાઈ જારીયા પ્રથમ હરોળના બિલ્ડર હોવાની સાથે તેઓ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે અને તેઓ મોરબી નગર પાલિકાના સફળ અને પ્રમાણિક પ્રમુખ તરીકે જાણીતા હોવા ઉપરાંત તેઓ વર્ષો સુધી મોરબી શહેર ભાજપના પ્રમુખ તરીકે ખૂબ સફળ કામગીરી કરી ચુક્યા છે અને વિધાનસભા, લોકસભા કે પછી પંચાયતોની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક કામગીરી કરી ચુક્યા છે. ગત પાલીકાની ચૂંટણીમાં 52 ને 52 સીટો લાવી રેકોર્ડ તોડ્યો હતો. અને આજે પણ તેઓ ભાજપના દિગ્ગજનેતા તરીકે પક્ષમાં તન, મન, ધનથી સેવાઓ આપી રહ્યા છે. હાલમાં ધ્રુવભાઈ જારીયાના પિતા ભુપતભાઈ લાખાભાઇ જારીયા મોરબી શહેર ભાજપમાં મહામંત્રી તરીકે પોતાની નીષ્ઠા પૂર્વક જવાબદારી નિભાવી રહ્યા છે. આમ એકજ પરિવારની ત્રીજી પેઢી ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલ છે અને શહેર થી લઈને રાજ્યના વિકાસકામો અને લોક ઉપયોગી કામોમાં સહભાગી બની રહી છે.
(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
