News of Friday, 3rd October 2025
બિહારના પૂર્ણિયામાં વંદેભારત ટ્રેન દુર્ઘટનામાં ૪ના મોત
અકસ્માત કોની બેદરકારીએ થયો તે અંગેની તપાસ શરૂ

પૂર્ણિયા, તા.૩: બિહારના પૂર્ણિયામાં વંદે ભારત ટ્રેનની ચપેટમાં આવતા ચાર લોકોના મોત થયા છે. તેમજ અનેક લોકો ઘાયલ થયા છે. જેમાં ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રેલવે પોલીસે લાશનો કબજો લઈને આ ઘટના અંગે તપાસ શરુ કરી છે. આ દુર્ઘટના ગુમટી સાથે ઘટી હતી. જયારે મળતકોમાં તમામ ૧૮ થી ૨૫ વર્ષ વચ્ચેના હતા. આ લોકો દશેરાના મેળામાંથી પરત આવી રહ્યા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ વંદે ભારત ટ્રેન સવારે જોગબની પાટલીપુત્ર જઈ રહી હતી. ત્યારે આ ટ્રેન ગુમટી પાસે સવારે ૫ વાગ્યે પહોંચી હતી. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જોકે, અકસ્માત કેમ થયો તે અંગે કોઈ માહિતી સાંપડી નથી. આ અકસ્માત કોની બેદરકારી થઈ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
જોકે, આ દુર્ઘટનાની તપાસ બાદ અકસ્માતનું કારણ જાણી શકાશે રેલવે અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. ઉલ્લેખનીય છે કે, જોગબની અને પાટલીપુત્ર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ એક હાઇ-સ્પીડ ટ્રેન છે. તેની સ્પીડ ૧૩૦ કિમી પ્રતિ કલાક છે. તેથી જ્યારે પણ આ ટ્રેન પસાર થાય છે ત્યારે સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
